રાજકોટના વેપારી સાથે રૂ.22 લાખની છેતરપીંડી: નાગપુરના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ ધૂંબો માર્યો
રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ઓઇલની પેઢી ધરાવતાં વેપારી પાસેથી નાગપુરના પિતા-પુત્રએ રૂ.27 લાખનું ઓઇલ ખરીદી તેના ફક્ત રૂ.5 લાખ પરત આપી બાદમાં રૂ.22 લાખની છેતરપીંડી આચરતાં કુવાડવા રોડ પોલીસમાં કચ્છના ચિરાગ શાહ સહિત ત્રણ શખ્સ સામે ગુનો દાખલ થયો હતો.
બનાવ અંગે રાજકોટના વર્ધમાનનગરમાં રહેતાં હીરેનભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાઉરાવ ગાવડે, સ્પર્શ ગાવડે (રહે. બંને નાગપુર, મહારાષ્ટ્ર) અને ચીરાગ હર્ષદ શાહ (રહે. ગાંધીધામ, કચ્છ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રૂડા ટ્રાન્સપોર્ટ નગર નવાગામ (આણંદપર) પોસ પેટ્રોલ્યુબ્સના નામથી ભાગીદારીમા પેઢી ચલાવે છે. પેઢીમા ત્રણ ભાગીદાર છે. કંપનીનુ ખરીદ તથા વેચાણનુ લ કામકાજ સેલ્સ મેનેજર અશ્વીનભાઇ ડાંગર સંભાળે છે. પેઢીમાં ઓઈલનુ હોલસેલ વેચાણ કરવામાં આવે છે. ચિરાગભાઈ શાહ છેલ્લા પાંચેક વર્ષથી તેમને ત્યાંથી માલ ખરીદ વેચાણ કરે છે.
પાંચેક મહીના પહેલા સેલ્સ મેનેજર અશ્વીનભાઈને ચિરાગભાઇએ ફોન કરી જણાવેલ કે, તેઓના જાણીતા ભાઉરાવ ગાવડે તથા તેમનો દીકરો સ્પર્શ ગાવડે સ્પર્શ પેટ્રોલિયમના માલીક છે. તેમને તમારો માલ જોઇએ છે, તો તમે તેઓને માલ આપો અને પેમેન્ટ કરાવવાની સંપુર્ણ જવાબદારી મારી રહેશે તેમ જણાવી ચિરાગે કોન્ફરન્સ કોલ પર ભાઉરાવ ગાવડે સાથે અશ્વીનભાઇની વાત કરાવેલ હતી.
જે વાત અશ્વીનભાઇએ તેમને વાત કરેલ હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ ચિરાગ સાથે વેપાર કરતા હોય જેથી તેમના પર વિશ્વાસ રાખી ભાઉરાવ ગાવડે સાથે ઓર્ડર માટે વાતચીત કરેલ અને નક્કી થયેલ કે, માલ ત્યાં પહોંચે અને માલ ચેક કરી પુરૂ પેમેન્ટ કરી આપવાનું.
બાદમાં ગઇ તા. 29/06/2024 ના ભાઉરાવ ગાવંડે, સ્પર્શ ગાવડેના કહેવાથી સ્પર્શ પેટ્રોલિયમના નામે નાગપુર 28,630 કિલોગ્રામ ડીસ્ટીલેટ ઓઇલ રૂ.24,47,945 નો માલ જેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ રૂ.2,56,525 મળી કુલ રૂ.27,04,470 નો મોકલેલ હતો. જે નાગપુર ખાતે તા.11/07/2024 ના રોજ માલ પહોચેલ જે માલ ચેક કરી માલ બરાબર લાગતા આરોપી પિતા-પુત્રએ તે જ દિવસે તેમની પેઢીના એકાઉન્ટમાં રૂ.5 લાખનું પેમેન્ટ કરેલ હતું. બાકીનું પેમેન્ટ એક-બે દીવસમાં કરી આપશે તેવુ જણાવેલ બાદમાં એક અઠવાડીયા સુધી તેમણે કોઇ પેમેન્ટ કરેલ નહી, જેથી ચિરાગને પેમેન્ટ બાબતે ફોન કરતાં તેને કહેલ કે, બે-ત્રણ દીવસમાં બાકી રહેતુ પેમેન્ટ ભાઉરાવ પાસેથી કરાવી આપીશ.
ત્યારબાદ સ્પર્શ ગાવડે ગાંધીધામ ચિરાગ પાસે આવેલ અને ફરિયાદીના સેલ્સ મેનેજર અશ્વિનભાઈ સાથે ફોનથી બીજા મટીરીયલ બાબતે વાત કરેલ હતી. તેઓનું બીજુ મટીરીય સી આર એલ ટર્મીનલ ખાતે પડેલ હોય જેથી ચિરાગ સાથે સ્પર્શ ગાવડે મટીરીયલ જોવા માટે ગયેલ હતા. તેઓને મટીરીયલ ખરીદી કરવાની તૈયારી બતાવેલ હતી ત્યારે સેલ્સ મેનેજર અશ્વીનભાઇએ જુનાં બાકી પેમેન્ટ બાબતે સ્પર્શને પુછતા તેમણે જણાવેલ કે, બે-ત્રણ દિવસમાં નાગપુર પહોંચી તમારૂ બાકી રહેતુ પેમેન્ટ કરાવી આપીશ.
ત્યાર બાદ પણ તેઓએ બાકી રહેતુ પેમેન્ટ કરાવી આપેલ ન હતું. જેથી તેઓની સાથે બીજી ડીલ કરેલ ન હતી.ત્યાર બાદ તેઓ પાસે અવાર નવાર ફોનથી પૈસાની માંગણી કરતા બહાનાઓ બતાવતા હોય જેથી ગઈ તા.01/08/2024 ના સેલ્સ મેનેજર નાગપુર રૂબરૂ ગયેલ અને આરોપી પિતા-પુત્ર રૂબરૂ મળેલ અને ત્યારે પણ તેમણે બે-ત્રણ દિવસમાં પેમેન્ટ કરાવી આપશે તેવો વાયદો કરેલ હતો.
ત્યાર બાદ ચિરાગ તા.06/08/2024 ના નાગપુરથી પરત આવી કહેલ કે, બંને પિતા-પુત્ર હાજર નથી અને તેની કંપનીના સહી વાળા ત્રણ કોરા ચેક સિક્યુરીટી પેટે આપેલ હતા. બાદમાં ચેક અન્ય પેઢીના નામે હોય અને તેઓએ તે પેઢી સાથે કોઈ લેવડ-દેવડ કરેલ ન હોય જેથી ચેક બેંકમાં નાખેલ ન હતાં. અવાર-નવાર પૈસાની માંગણી કરતા પિતા-પુત્રએ રૂપીયા પરત ન આપી રૂ.22.04 લાખની છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.