ઘંટેશ્વર પાસે સ્વીફટ કારમાંથી દારૂના જથ્થા સાથે વર્ધમાનનગરના અક્ષય ઉર્ફે મુન્નો ઝબ્બે
ઘંટેશ્વર પાસે સ્વીફટ કારમાંથી દારૂના જથ્થા સાથે વર્ધમાનનગરના અક્ષય ઉર્ફે મુન્ના નામના શખ્સને દબોચી તેની પાસેથી 116 બોટલ દારૂ મળી કુલ રૂા.3.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં હેડ કોન્સ. કરણ મારૂ, રાહુલગીરી ગૌસ્વામી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જામનગર રોડથી ઘંટેશ્વર એસઆરપી કેમ્પ તરફ જતા રોડ ઉપર રત્નમ બંગ્લોઝ પાસેથી સ્વીફટ કાર નં. જીજે 03 એચ.કે. 2973માંથી દારૂની 116 બોટલ સાથે અક્ષય ઉર્ફે મુનો દિલીપ પંડયા (ઉ.40) (રહે. વર્ધમાનનગર, કસ્તુરી એપાર્ટમેન્ટ)ને ઝડપી પાડી દારૂ અને કાર મળી કુલ રૂા.3.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.