સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી મહીસાગર જિલ્લા હોમ ગાર્ડ સ્થાપના દિવસ ઉજવણી - At This Time

સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમ ગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી મહીસાગર જિલ્લા હોમ ગાર્ડ સ્થાપના દિવસ ઉજવણી


મહીસાગર જિલ્લા હોમ ગાર્ડ સ્થાપના દિવસ ઉજવણી સંતરામપુર ખાતે આવેલ આઝાદ મેદાન ખાતે યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે, સંતરામપુરના આઝાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડર જતીન જોશીએ અધ્યક્ષસ્થાન ગ્રહણ કર્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં,મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જતીન
જોશીએ હોમ ગાર્ડના તમામ જવાનોને સંબોધિત કર્યા હતા. અને તેમને જરૂરી
માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ, સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન, હોમ ગાર્ડના જવાનોએ સંતરામપુરના બજાર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બસ સ્ટેશન ચોકડી ચાર રસ્તા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
હતી. ત્યારબાદ આ રેલી પ્રતાપુરા વિસ્તાર થયને માંડવી બજાર, બસ સ્ટેશન વિસ્તાર થી અંતે, આ રેલી પરત આઝાદ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી.આ કાર્યક્રમ દ્વારા મહીસાગર જિલ્લાના તથા તાલુકાના તમામ હોમ ગાર્ડે તાલુકા એ અને જિલ્લા લેવલે સમાજ સેવા પ્રત્યેનીપણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.