બોટાદ શહેરમાં સમસ્ત હિન્દુસમાજ દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર ના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ સમાજ ઉપરના માનવ અધિકારનાં હનન સમાન અસહ્ય અત્યાચાર અને કરેલા આક્રમક દમન ના વિરુદ્ધ માં બોટાદ જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા એક વિશાળ મૌન રેલીના સ્વરૂપમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી શ્રી મસ્તરામજી મંદિર થી દિનદયાળ ચોક થઈને હવેલી ચોક ખાતે થી પસાર થઈ ને શ્રી મસ્તરામજી મંદિર ખાતે આવી હતી અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી માં અને આવેદન પત્ર માં ખૂબજ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ ના લોકો જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.