આદિજાતિ જન ઉત્કર્ષ રથ સાથે લુણાવાડા પી એન પંડયા કોલેજ ગ્રાઉન્ડ થી ઇન્દિરા મેદાન ખાતે રેલી યોજાઈ - At This Time

આદિજાતિ જન ઉત્કર્ષ રથ સાથે લુણાવાડા પી એન પંડયા કોલેજ ગ્રાઉન્ડ થી ઇન્દિરા મેદાન ખાતે રેલી યોજાઈ


ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ અને બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિવસ અંતર્ગત આદિજાતિ વિકાસ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને લુણાવાડા પી એન પંડયા કોલેજ ગ્રાઉન્ડ થી ઇન્દિરા મેદાન ખાતે રેલી યોજાઈ.

આ રેલી પી એન પંડયા કોલેજ થી નીકળી કોટેજ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતાં આગળ વધતાં મહિલા પોલીસ ચોંકી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે પુષ્પાંજલિ અર્પણ કરી ઇન્દિરા ખાતે યોજાનાર આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ કાર્યક્રમ ખાતે પહોંચી હતી.

આ રેલીમાં અનુસૂચિત જાતિ મોરચો પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.