લુણાવાડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો ‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો
રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ પદ્ધતિ સાથે તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલના અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતલક્ષી અનેક યોજનાઓ થકી ખેડૂતોને આત્મનિર્ભર કર્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા દરેક ખેડૂતોને આહ્વાન કરવામાં આવી રહ્યું છે ખેડૂતો હવે પાછા પ્રાકૃતિક કૃષિ તરફ વળે ત્યારે આપડે દરેક લોકો પ્રાકૃતિક કૃષિ અપનાવીએ અને ઓછા ઉત્પાદન ખર્ચમાં વધુ આવક મેળવીએ. વડાપ્રધાનશ્રી ના પ્રયત્નો થી આજે દરેક ખેડૂત પી એમ કિસાન યોજના નો લાભ મેળવી રહ્યો છે પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજના ભારત સરકારશ્રી ઘ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ખેડૂત કુટુંબને વાર્ષિક રૂા. ૬૦૦૦/- ની સહાય ડીબીટીના માઘ્યમથી તેઓના ખાતામાં સીઘી રકમ જમાં કરાવવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ,અગ્રણીશ્રી દશરથભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે આર પટેલ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.