ગઢડા (સ્વામી) ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હોમગાર્ડઝ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગઢડા હોમગાર્ડઝ યુનિટ કચેરી ખાતે થી માણેક ચોક વિસ્તાર સુધી રેલી યોજી હતી ત્યાર બાદ સ્થાનિક વિસ્તારની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ વૃક્ષારોપણ કરી હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ઇન્ચાર્જ ઓફિસર કામન્ડિંગ એલ બી સોલંકી ના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી આ ઉજવણીમાં એનસી ઓ ભાવિક કાપડી, પ્રદીપ માલવણીયા, મનીષ ડિલીવાળા, વિજય માલવણીયા,એસ બી રાવળ, એલ જી શેફાત્રા સહીત તમામ હોમગાર્ડઝ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરાઈ હતી.
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા (સ્વામી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.