ખેલમહાકુંભ ૩.૦ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું
ખેલમહાકુંભ ૩.૦ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન છે. શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in પર ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૫ થી તા.૨૫ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે.
અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું કોલેજમાં અભ્યાસ કરતા ખેલડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું, અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે.
જે કક્ષાએથી સ્પર્ધા શરુ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ અને આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
રજિસ્ટ્રેશન કરતી વખતે જન્મ તારીખ સાચી દર્શાવી જો ખોટી જન્મ તારીખ હોવા અંગેની જાણ થશે તો સ્પર્ધક ૩ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી. એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકાશે. ખેલાડી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ અથવા ગુજરાત રાજ્યમાં બે વર્ષથી અભ્યાસ, નોકરી અથવા વ્યવસાયથી નિવાસ કરતો હોવો જોઇએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવા.
શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધા દરમિયાન આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે રાખવી.
રજિસ્ટ્રેશનને લગતી કોઇ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.