લગ્ન પ્રસંગમાં સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરતી કડીયા સાંસી ગેંગના એક સભ્‍યને સોના ચાંદીના.દાગીના.કુલ.કિં.રૂ.૧૪,૩૧,૬૪૭/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી,જુનાગઢ તથા આણંદ જિલ્‍લાના કુલ–૩ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ - At This Time

લગ્ન પ્રસંગમાં સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરતી કડીયા સાંસી ગેંગના એક સભ્‍યને સોના ચાંદીના.દાગીના.કુલ.કિં.રૂ.૧૪,૩૧,૬૪૭/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી,જુનાગઢ તથા આણંદ જિલ્‍લાના કુલ–૩ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ


લગ્ન પ્રસંગમાં સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરતી કડીયા સાંસી ગેંગના એક સભ્‍યને સોના ચાંદીના.દાગીના.કુલ.કિં.રૂ.૧૪,૩૧,૬૪૭/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી,જુનાગઢ તથા આણંદ જિલ્‍લાના કુલ–૩ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ

*ગુન્‍હાની વિગતઃ*-

રાજેશભાઇ હરીભાઇ રેણુકા, ઉ.વ.૫૫, રહે.અમરેલી, કેરીયા રોડ, હરીધામ સોસાયટી, ભોજલપરા, શેરી નં. ૧ તા.જી.અમરેલી વાળાની દિકરીનો લગ્ન પ્રસંગ ગઇ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ અમરેલી, લાઠી રોડ ઉપર આવેલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે રાખેલ હોય, પોતાની દિકરીને કન્યાદાનમાં આપવા માટે એક સોનાનો સેટ બુટી સાથે આશરે સવા ત્રણ તોલાનો તથા એક સોનાનો ચેઇન પેડલ સાથે આશરે ૧.૪૦ તોલાનો તથા ચાંદીનો કંદોરો આશરે ૬૦ ગ્રામ તથા ચાંદીની ગાય, તુલસીનો કયારો, ગણપતિજી એમ મળી ૧૦ ગ્રામ એમ મળી કુલ કિ.રૂ.૨,૬૩,૮૦૦/- ના ઘરેણા પોતાની પત્નિ પાસે થેલીમા રાખેલ હોય, જે થેલી પોતાની પત્નિએ મંડપમા પોતાના પગ પાસે રાખેલ હોય, તે દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ગણેશ પાર્ટી પ્લોટમા પ્રવેશ કરી,લગ્ન મંડપમા આવી, ધ્યાન ચુકવી ઘરેણાની થેલી સહીત સોના, ચાંદીના ઘરેણાની ચોરી કરી લઇ લઇ ગુનો કરેલ હોય,જે અંગે રાજેશભાઇએ અજાણ્‍યા ચોર ઇસમ વિરૂધધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૫૦૪/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબનો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્‍જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં રજી.થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્‍સ. એ.એમ.પટેલ નાઓએ જિલ્‍લામાં બનવા પામેલ ઘરફોડ ચોરીના બનાવ બનતા અટકાવવા ખાસ એકસન પ્‍લાન બનાવી, ઉપરોકત ગુનાના અજાણ્‍યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. બનાવ વાળી જગ્‍યાની આજુ બાજુના તેમજ એન્‍ટ્રી એક્ઝિત પોઇન્‍ટ તમામના સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ અને સી.સી.ટી.વી. માં દેખાય આવેલ શકમંદ ઇસમોની શોધખોળ શરૂ કરવામાં આવી, જે અન્‍વયે અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન ચિતલ રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં રેકી કરતા એક ઇસમને શંકાસ્‍પદ હાલતમાં સોના ચાંદીના દાગીના સાથે સાથે પકડી પાડી, મજકુર ઇસમની સઘન પુછ પરછ કરતા અમરેલી, જુનાગઢ, તેમજ આણંદ જિલ્લાની ચોરીઓની કબુલાત આપતા, ચોરીમાં ગયેલ સોના ચાંદીના સહિતનો મુદ્દામાલ રીકવર કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ

વિકાસ શલકરામ સાંસી, ઉ.વ.૨૩, રહે.મુંગાવલી, અશોકનગર, થાના – બોડા, તા. પચોર, જિ.રાજગઢ (બ્યાવરા), હાલ રહે.કડીયા સાંસી (ચૌરાસી), તા. પચોર, જિ.રાજગઢ (મધ્યપ્રદેશ).

કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ

અમરેલી જિલ્લાના અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૫૦૪/૨૦૨૪ નાં કામે મળી આવેલ મુદ્દામાલની વિગત.

(૧) સોનાનું કલકતી ડોકીયુ તથા બુટ્ટી વજન વજન ૨૯.૩૯૦ ગ્રામ કિં.રૂ.૨,૦૬,૨૧૭/-

(૨) એક સોનાનો ઇન્ડો ચેઇન વજન ૧૩.૮૩૦ ગ્રામ કિં.રૂ.૯૭,૦૩૮/-

(૩) એક સોનાનું કાસ્ટીંગ પેડલ વજન ૨.૨૬૦ ગ્રામ કિં.રૂ.૧૫,૮૫૭/-

(૪) એક ચાંદીનો એન્ટીક કંદોરો વજન ૨૮૪.૩૨૦ ગ્રામ કિં.રૂ.૨૫,૫૮૮/-

(૫) એક ચાંદીનો તુલસી કયારો વજન ૧૪.૯૬૦ ગ્રામ કિં.રૂ.૧૩૪૬/-

(૬) એક ચાંદીની ગાય વજન ૧૪.૭૦૦ ગ્રામ કિં.રૂ.૧૩૨૩/-

(૭) એક ચાંદીના ગણપતિની મુર્તિ વજન ૧૦.૫૪૦ ગ્રામ કિં.રૂ.૯૪૮/-

(૮) એક લેડીસ પર્સ કિં.રૂ.૦૦/-

જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૫૨૪૦૮૬૯/૨૦૨૪ નાં કામે મળી આવેલ મુદ્દામાલની વિગત.

(૧) એક સોનાનું મંગળસુત્ર કલકતી પેન્ટલ સાથે વજન ૩૯.૬૪૦ ગ્રામ કિં.રૂ.૨,૪૫,૩૫૦/-

(૨) એક જોડી સોનાની બુટ્ટી કાનસર સાથે વજન ૯.૫૨૦ ગ્રામ કિં.રૂ. ૬૬,૦૦૦/-

(૩) એક સોનાનું બ્રેસલેટ વજન ૨.૭૩૦ ગ્રામ કિં.રૂ.૧૯,૦૦૦/-

(૪) એક સોનાનો મશીન ચેઇન વજન ૪.૨૩૦ ગ્રામ કિં.રૂ.૨૯,૬૦૦/-

(૫) એક સોનાની વીટી(કરડી) વજન ૧.૨૭૦ ગ્રામ કિં.રૂ.૮,૯૦૦/-

(૬) સોનાના દાણા નંગ – ૫ વજન ૧.૬૧૦ ગ્રામ કિં.રૂ.૭,૦૦૦/-

(૭) એક ચાંદીનો જુડો વજન ૮૬.૬૪૦ ગ્રામ કિં.રૂ.૭,૮૦૦/-

(૮) એક જોડી ચાંદીની જાંજરી વજન ૧૦૩.૪૬૦ ગ્રામ કિં.રૂ.૯,૨૦૦/-

(૯) એક મરૂન કલરનું લેડીસ પર્સ કિં.રૂ.૦૦/-

આણંદ જિલ્લાના આણંદ ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૫૦૦૨૨૪૧૩૧૮/૨૦૨૪ નાં કામે મળી આવેલ મુદ્દામાલની વિગત.

(૧) એક સોનાની રૂદ્રાક્ષની માળા વજન ૩૪.૭૬૦ ગ્રામ કિં.રૂ.૧,૬૧,૨૫૦/-

(૨) એક સોનાની એન્ટીક માળા બુટી જોડી સાથે વજન ૬૧.૬૧૦ ગ્રામ કિં.રૂ.૪,૦૦,૦૦૦/-

(૩) એક સોનાનું પેન્ડલ (કાસ્ટીંગ – ડીઝાઇન) મંગળસુત્ર વજન ૧૬.૪૭૦ કિં.રૂ.૯૨,૦૦૦/-

(૪) એક ચાંદીની ધડીયાળ (Roxerina Automatic pure silver watch) કિં.રૂ.૩૩,૫૦૦/-

(૫) એક સોનાનો દાણો વજન ૪૬૫૦ ગ્રામ કિં.રૂ.૬૦૦/-

(૬) એક જોડી ચાંદીની માછલી વજન ૪.૬૫૦ ગ્રામ કિં.રૂ.૪૩૦/-

(૭) ચાંદીના સીક્કા નંગ – ૩ વજન ૩૦.૦૦ ગ્રામ કિં.રૂ.૨૭૦૦/-

(૮) એક પીળા કલરની પીઠ પાછળ બાંધવાની નાની બેગ કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૪,૩૧,૬૪૭/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ

પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં, તેના સાગરીતો સાથે નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

(૧) ગઇ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ પોતે તથા તેની સાથે મનીષ ગોકુળપ્રસાદ સિસોદીયા (ધપાણી) રહે.હુલખેડી, તા.પચોર, જિ.રાજગઢ તથા ધન્ના રામબીર ઉર્ફે રામરાજ સિસોદીયા રહે.હુલખેડી, તા.પચોર, જિ.રાજગઢ તથા વિશાલ ઉર્ફે કાજુ હિરો સિસોદીયા રહે.કડીયા ચોરાસી, તા.પચોર, જિ. રાજગઢ વાળાઓ અમરેલી આવેલ અને અમરેલી, લાઠી રોડ ઉપર આવેલ એક પાર્ટી પ્લોટમાં ગયેલ. આ લગ્નમાં રેકી કરી સોનાના ચાંદીના દાગીના ભરેલ થેલો એક બહેન પાસે હોય તેનું ધ્યાન ભટકાવી સોનાના ચાંદીના દાગીના ભરેલ થેલાની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૫૦૪/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૩૨૯(૩) મુજબ ગુનો રજી. થયેલ છે.

(૨) ગઇ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ પોતે તથા તેની સાથે મનીષ ગોકુળપ્રસાદ સિસોદીયા (ધપાણી) રહે.હુલખેડી, તા.પચોર, જિ.રાજગઢ તથા ધન્ના રામબીર ઉર્ફે રામરાજ સિસોદીયા રહે.હુલખેડી, તા.પચોર, જિ.રાજગઢ તથા વિશાલ ઉર્ફે કાજુ હિરો સિસોદીયા રહે.કડીયા ચોરાસી, તા.પચોર, જિ. રાજગઢ વાળાઓ જુનાગઢ બપોરના સમયે ગયેલ અને જુનાગઢ, હાઇવે રોડ ઉપર આવેલ એક પાર્ટી પ્લોટમાં ગયેલ. આ લગ્ન પ્રસંગમાં રેકી કરી સોનાના ચાંદીના દાગીના ભરેલ થેલો એક બહેન પાસે હોય તેનું ધ્યાન ભટકાવી સોનાના ચાંદીના દાગીના ભરેલ થેલાની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે જુનાગઢ તાલુકા પો.સ્ટે.એ.પાર્ટ.ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૫૨૪૦૮૬૯/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુનો રજી. થયેલ છે.

(૩) ગઇ તા.૨૫-૨૬/૧૧/૨૦૨૪ ના રોજ પોતે તથા તેની સાથે મનીષ ગોકુળપ્રસાદ સિસોદીયા (ધપાણી) રહે.હુલખેડી, તા.પચોર, જિ.રાજગઢ તથા ધન્ના રામબીર ઉર્ફે રામરાજ સિસોદીયા રહે.હુલખેડી, તા.પચોર, જિ.રાજગઢ તથા વિશાલ ઉર્ફે કાજુ હિરો સિસોદીયા રહે.કડીયા ચોરાસી, તા.પચોર, જિ. રાજગઢ વાળાઓ આણંદ ગયેલ અને આણંદ, સોજીત્રા રોડ ઉપર આવેલ એક પાર્ટી પ્લોટમાં ગયેલ. આ લગ્ન પ્રસંગમાં રેકી કરી સોનાના ચાંદીના દાગીના ભરેલ થેલો એક ભાઇ પાસે હોય તેનું ધ્યાન ભટકાવી સોનાના ચાંદીના દાગીના ભરેલ થેલાની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે આણંદ ટાઉન પો.સ્ટે. (જિ.આણંદ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૨૨૪૧૩૧૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.

પકડાયેલ આરોપી તથા તેની સાથેના સાગરીતો મધ્યપ્રદેશ રાજયના કડીયા સાંસી ગામના વતની હોય, મજકુર ઇસમોએ પોતાની એક ગેંગ બનાવેલ હોય, જે ગેંગના સભ્યો પોતાના વતનથી ફોર વ્હીલ ગાડી ભાડેથી લઇ હાલ લગ્નની સીઝન હોવાથી ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં આંટા ફેરા મારતા અને જે પાર્ટી પ્લોટોમાં લગ્ન પ્રસંગ હોય તેમાં ભીડનો લાભ લઇ આ પાર્ટી પ્લોટોમાં પ્રવેશ કરી, રેકી કરતા અને સોના ચાંદીના દાગીના ભરેલ થેલાઓ/પર્સ ધ્યાન ભટકાવી ચોરી કરવાની ટેવ વાળા છે

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્‍સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ.જાવીદભાઇ ચૌહાણ, બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ મેર,મનિષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી,રાહુલભાઇ ઢાપા તથા પો.કોન્‍સ.ભાવિનગીરી ગૌસ્વામી,હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.