બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યા ચારના વિરોધમાં ધંધુકા મામલત દારને આવેદનપત્ર આપવામાં આવ્યું. - At This Time

બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યા ચારના વિરોધમાં ધંધુકા મામલત દારને આવેદનપત્ર આપવામાં આવ્યું.


બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યા ચારના વિરોધમાં ધંધુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારના વિરોધમાં હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું.

સાધુ સંતોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારના વિરોધમાં ધંધુકામાં સમગ્ર હિંદુઓ એકતા સમિતિ દ્વારા આજ રોજ બિરલા ચાર રસ્તાથી મૌન રેલી યોજી, બસ સ્ટેશન ચાર રસ્તા થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. જેમાં સાધુ-સંતો મહંતો,સામાજિક સંગઠન, આગેવાનો તેમજ હિન્દુ એકતા સમિતિ દ્વારા વિવિધ નારાઓ બોલી બાંગલાદેશમાં બનેલ હિન્દુ પરના અત્યાચારને શખત શબ્દોમાં વખોડી કાઢી હતીને અલગ અલગ બેનરો સાથે લોકો જોડાયા હતા.1008 પરમ પૂજ્ય લક્ષ્મણ ભીથાધીશ્વર જગદેવદાશજી, લક્ષમણજી મંદિર બરવાળાએ સમગ્ર હિન્દુ પ્રેમીઓને સંદેશ આપી આ રેલીમાં જોડાવવા અહવાન કર્યું તેમજ દાદા બાપુ ધામ પચ્છમ ધામ વિજયસિંહ બાપુ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું. બાંગલાદેશમાં બનેલ બનાવના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હતાને સમગ્ર સાધુ સંતોએ હિન્દુ પરના અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતાને દેશ વિદેશમાં બનતા અત્યાચારોને બિલકુલ શાખી લેવામાં નહીં આવે તેવી ચીમકી મામલતદારને આવેદનપત્ર સુપરત કરી આપી હતી.
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિંદુ વિરોધી હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. હિંદુ સંગઠનોને કટ્ટરપંથી સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે હવે ગુજરાતમાં પણ હિંદુ વિરોધી હિંસાના વિરોધમાં પ્રદર્શનો થઇ રહ્યા છે. ગુજરાતના અમદાવાદ જીલ્લાના ધંધુકા માં હિન્દુ એકતા સમિતિ દ્વારા અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરીને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિવિધ બેનરો થકી પ્રદર્શન મૌન રેલી યોજાઇ હતી.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.