જીગ્નેશ મેવાણી દ્વારા આજે થનાર વિરોધ પ્રદર્શન માટે મહિસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું
મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીનો દલિત યુવકની ટિપ્પણીને લઈ વિડિઓ વાયરલ થયા બાદ રાજકીય રોટલો સેકવા જીગ્નેશ મેવાની દ્વારા પાછલા કેટલાય દિવસોથી જીગ્નેશ મેવાણી મહીસાગર જિલ્લામાં રોકાઈ દિવસ-રાત ગામેગામ મીટીંગો કરી આજે 6 તારીખે રેલી કાઢી મોટી સભા યોજી નેહા કુમારી પર ફરિયાદ દાખલ કરવા માટે ઉગ્ર આંદોલન યોજવાનું છે જેને લઈ જિલ્લામાં મોટાપાયે પોલીસ બંદોબસ ગોઠવવામાં આવ્યો છે પરંતુ વિડિઓ વાયરલ થયા બાદ રાજકીય રોટલો સેકવાની વાત ને લઈ વાઘેલા અજયકુમાર બાબુલાલ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણી તેમના અંગત સ્વાર્થ માટે અને લોકપ્રિયતા મેળવવા માટે નિર્દોષ અનુસૂચિત જાતિના પરિવારોને ઉશ્કેરે છે. અનુસૂચિત જાતિના પરિવારોના લોકોને તેમના અંગત પ્રશ્નોમાં સરકાર અને અમલદારો સાથે ખેંચી રહ્યા છે અને ગેરમાર્ગે દોરે છે. તેમના દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દાઓને ન્યાયતંત્ર દ્વારા ઉકેલી શકાય છે અને નિર્દોષ SC સમુદાયના લોકોના મેળાવડા દ્વારા તે જરૂરી નથી. આક્રિયાઓ, દ્વેષપૂર્ણ ભાષણો અને મેળાવડાઓ મહિસાગર જિલ્લામાં અને ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરફ દોરી શકે છે. જીજ્ઞેશ મેવાણી દ્વારા તારીખ 06મી ડિસેમ્બર 2024 ના રોજ યોજાનાર સભા દ્વારા મહીસાગર જિલ્લામાં કોઈપણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ટાળવા માટે આ પત્રને તાકીદની બાબત તરીકે ધ્યાનમાં લેવા હું તમને નમ્ર વિનંતી કરું છું. હું તમને વિનંતી કરું છું કે જો હું તેના માટે FIR નોંધાવી શકું તો મને માર્ગદર્શન આપો અથવા 06મી ડિસેમ્બર 2024ના રોજ મહિસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કોઈપણ પરિસ્થિતિને ટાળવા માટે જીગ્નેશ મેવાણી સામે જરૂરી પગલાં ભરવાની નમ્ર વિનંતી સાથે આવેદનપત્ર અપવમાં આવ્યું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.