જસદણ નજીકના મોટા દડવામાં માતાજીના મઢેથી દર્શન કરી નીકળેલા હરજીભાઇ પર પાઈપથી હુમલો : અગાઉ થયેલા મનદુ:ખનો ખાર રાખી કુટુંબીઓ તૂટી પડયા
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ નજીકના મોટા દડવા ગામે રહેતાં યુવાન પર તે માતાજીના મઢેથી દર્શન કરીને નીકળ્યો ત્યારે કુટુંબી સગાએ પાઈપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ જસદણ નજીકના મોટા દડવા ગામે રહેતો હરજીભાઈ રામભાઇ પરમાર (ઉ.વ.૪૧) રાતે ગામમાં જ આવેલા પોતાના કુટુંબના મોગલ માતાજીના મઢે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી બહાર નીકળી ઘરે જવા નીકળ્યો ત્યારે મઢ નજીક જ કુટુંબી સગા, અશોક પારઘી, વીરાભાઈ, નીતાબેન સહિતનાએ આવી લોખંડના પાઈપથી હુમલો કરી માથા શરીરે ઘા મારતાં લોહી નિકળવા માંડયા હતાં. દેકારો થતાં બીજા લોકો ભેગા થઈ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. હરજીભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દસેક રામશીભાઈ વરૂ, તૌફિકભાઈ જુણાચે આટકોટ પોલીસને જાણ કરી હતી.હરજીભાઇ હીરા ઘસી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ દિવાળી વખતે માતાજીના મઢે કામ કરવા મામલે બોલાચાલી થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.