ઈ-મેમોથી બચવા નંબર પ્લેટમાં છેડછાડ કરનાર બાઈક ચાલક સામે ગુનો નોંધાયો
સંજયનગરમાં રહેતાં બાઈક ચાલક ઈ-મેમોથી બચવા નંબર પ્લેટમાં છેડછાડ કરી નીકળતા પ્ર. નગર પોલીસે તેમને પકડી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, પ્ર. નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રાહુલભાઇ મેટાલીયા,રવિભાઇ રાઠોડ સહિતનો સ્ટાફ જામનગર રોડ જામ ટાવર ચોક ખાતે વાહન ચેકિંગમાં હતા.
ત્યારે હેલ્મેટ સિવાય વાહન ચલાવી માધાપર ચોકડી તરફથી જામટાવર ચોક તરફ જાહેર રોડ ઉપર આવતા તેને રોકી બાઈક ચાલકને બાઇકમાં આગળના તેમજ પાછળના ભાગે નંબર પ્લેટ જોતા જી.જે. 03 એમ.એન.0360 હોય.
જે નંબર પ્લેટમા આગળ રહેલ શુન્ય (0) અંક ઘસીને કલર કાઢીને ભુસી નાખેલ જોવામા આવતા નંબર પ્લેટમા આપેલ નંબરમાં છેડછાડ કરેલ હોય જેથી બાઈક ચાલકનું નામ પુછતાં પોતાનું નામ ધ્યાનેશ પ્રવિણભાઇ મોરાણીયા (ઉ.વ.24),( રહે. સંજયનગર શેરી નં-4 સંતકબીર રોડ જય અંબે ફર્નીચરની સામે) જણાવ્યું હતું.
આરોપીએ શહેર તેમજ સમ્રગ રાજ્યમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અંગે સી.સી.ટી.વી. કેમેરા દ્રારા ઈ-ચલણ આપવાની પ્રક્રિયા ચાલુમાં હોય જેના દંડથી બચવા પોતાના વાહનના અસલ નંબર છુપાવવાના હેતુથી આર.ટી.ઓ. દ્રારા ફાળવામાં આવેલ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટમા પોતાના વાહનના આગળ તેમજ પાછળના ભાગે નંબર પ્લેટમા આગળનો (0) શુન્ય અંકમા ઘસી ચેકી નાખી નંબર પ્લેટમા છેડછાડ કરી હેલ્મેટ વગર નીકળતા ફરીયાદ નોંધાઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.