RSETI લુણાવાડા ખાતે ૩૫ બહેનો સાથે બી.સી. સખી (બેંકીંગ કોરોસ્પોન્ડન્ટ)ની નિ:શુલ્ક તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો
લુણાવારા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે ૩૫ બહેનો સાથે બી.સી. સખી (બેંકીંગ કોરોસ્પોન્ડન્ટ)ની નિ:શુલ્ક તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલીમમાં જિલ્લાના તમામ તાલુકામાંથી બહેનો ભાગ લઈ રહી છે.
આ બહેનો પોતપોતાના ગામોમાં બી સી પોઈન્ટ્સ ચલાવવા અને રિઝર્વ બેંકના નાણાકીય સમાવેશના મુખ્ય કાર્યક્રમમાં યોગદાન આપી શકશે. આનાથી જિલ્લાના ગ્રામજનોને તેમના ગામોમાં વધુ સારી બેંકિંગ સુવિધા ઉપલબ્ધ થશે. તાલીમમાં તમામ બહેનોને નિ:શુલ્ક ચા, નાસ્તો અને ભોજન આપવામાં આવે છે અને 1000/- ની પરીક્ષા ફી પણ સંસ્થા દ્વારા લેવામાં આવશે.
બહેનોને આ 6 દિવસીય નિવાસી તાલીમ તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. આ તાલીમ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના સહયોગથી યોજવામાં આવી રહી છે અને બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત છે. આ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી વિશાલ અગ્રવાલ, જિલ્લા આજીવિકા મેનેજર શ્રી પરેશ પટેલ, ટ્રેનર શ્રી રમેશ પટેલ અને તાલીમ સંયોજકશ્રી જયા ભોઈ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.