મનપા મોટા બાકીદારો સામે ઘૂંટણિયે 58000ના વેરા માટે દુકાન સીલ કરી
બે દી’માં 4 મિલકત સીલ કરી 46.46 લાખ વસૂલાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કરોડોની ગ્રાન્ટ છતાં વેરો ન ભર્યો
રાજકોટ મહાનગરપાલિકાએ ડિસેમ્બર આવતા જ બાકી વેરાની વસૂલાત શરૂ કરી છે. દરેક મિલકતધારકે વેરો ભરવો એ તેની નૈતિક ફરજ છે અને તેને કારણે શહેરમાં માળખાકીય સુવિધાઓને પણ ફાયદો થાય છે. જોકે આ રિકવરી એક સરખી રીતે થતી હોય તો વાજબી છે પણ મોટા બાકીદારો સામે નતમસ્તક અને નાના બાકીદારો સામે સીલ સુધીની કાર્યવાહી થઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.