ટીઆરપી અગ્નિકાંડ બાદ બિલ્ડિંગ પ્લાન અટક્યા, રાજકોટના ધમધમતા બાંધકામ ઉદ્યોગમાં કૃત્રિમ મંદી
મનપાએ 11 પરિપત્ર કરીને નવા નિયમ બનાવ્યા, પ્લાનની મંજૂરીનો જવાબ માગ્યો તો કમિશનર લાંબી રજા પર ઉતર્યા, ચાર્જ કોઇને નહિ
મનપાએ છ મહિનામાં ફક્ત એક જ હાઈરાઈઝનો પ્લાન મંજૂર કર્યો અને એકને જ આપ્યું બી.યુ., બાકીની ફાઈલ પેન્ડિંગ રહેતા કરોડોના ટર્નઓવર અટક્યા
રાજકોટ શહેરના બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે ડિમાન્ડ અને સપ્લાય બંને છે પણ રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ આવેલી વહીવટી કટોકટીને કારણે આ ઉદ્યોગ હાલ કૃત્રિમ મંદીની સ્થિતિએ આવી જતા કરોડોના ટર્નઓવર બંધ થતા અનેક બિલ્ડરો અને ધંધાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ સર્જાતા તત્કાલીન ટી.પી.ઓ. સાગઠિયા સહિતના ટી.પી.ના તેમજ ફાયરના અધિકારીઓ જેલમાં છે. આ કારણે કામગીરીને બ્રેક લાગી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.