વલ્લભીપુર શહેરમાં 25 ફૂટ નીચે બ્રિજ પરથી બાઈક ચાલક ખાબકતા પોલીસે બહાર કાઢી રેસ્ક્યું કર્યા - At This Time

વલ્લભીપુર શહેરમાં 25 ફૂટ નીચે બ્રિજ પરથી બાઈક ચાલક ખાબકતા પોલીસે બહાર કાઢી રેસ્ક્યું કર્યા


વલ્લભીપુર : શહેરમાં આવેલ ગોદાવરી નદીના બ્રિજ ઉપર હાઇવે પર પસાર થતા રાજપરા ભાયતી ગામના બે યુવાનો બાઈક લઇ પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે પશુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતાં ગોદાવરી ના 25 ફૂટ ઊંડા પુલ પરથી નદીમાં ખબક્યા હતા , રોડ ઉપર આ અકસ્માતને લઇ ટ્રાફિક જામ સર્જાયુ હતું પરંતુ મુકપ્રેક્ષક થઈ જોઈ રહેલા વ્યક્તિઓ માંથી કોઈ આ યુવાનોને બચાવવા નીચે ઉતર્યા ન હતા પરંતુ અનાયાસે પેટ્રોલિંગ પર વલ્લભીપુર પી.આઇ એ.બી.ગોહિલ તેમજ પોલીસ કો હે.કો.જે.બી.સાંગા તેમજ અરવિંદ ભાઈ તથા . મયુરસિંહ સહિતના ઘટના થાળે પહોંચી તાત્કાલિક નિર્ણય લઈ નદીમાં ઉતારી બંને યુવાનો ને સહી સલામત રીતે રેસક્યું કરી નાની મોટી ઈજાઓ થયેલ હોય જેથી સારવાર અર્થે પોલીસ વાનમાં બેસાડી સરકારી હોસ્પિટલ ખસેડી ખુબજ સરહનીય કામગીરી કરવામાં આવી હતી , વલ્લભીપુર પોલીસની આ કામગીરીને લઇ સમગ્ર વલ્લભીપુરની જનતા દ્વારા પોલીસ પ્રત્યે નો વિશ્વાસ દ્રઢ બન્યો હતો.


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.