ધંધુકાની ઊંચડી પ્રાથમિક શાળામાં રૂ. ૧.૦૮ કરોડના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું
ધંધૂકાની ઊંચડી પ્રાથમિક શાળામાં રૂ. ૧.૦૮ કરોડના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું.
અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકાના ઊંચડી ગામની પ્રાથમિક શાળાના નવા ભવનનું નિર્માણ આગામી દિવસોમાં થનાર છે. ઊંચડી ખાતે આ ભવન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલસિંહ ચુડાસમા, ભાજપ તાલુકા પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા, ભૂપતસિંહ ચુડાસમા, ધંધુકા શહેર મહામંત્રી મયુરસિંહ ચુડાસમા, શિક્ષક સંઘના હોદેદારો, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત ગામના અગ્રણીઓ અને ભાજપ કાર્યકર્તાઓ, સરપંચ, ઋષિરાજસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે નવનિર્માણ થનાર ભવનનું શાસ્ત્રોક્તવિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકતાઓએ સુવિધાયુક્ત શિક્ષણ અને છેવાડાના ગામ સુધી શિક્ષણ માટે શ્રેષ્ટ સુવિધા મળે તેવા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વચનની સિદ્ધિ ગણાવી હતી. ઊંચડી ખાતે સમગ્ર ખાતમુહૂર્ત સમારોહમાં ગ્રામજનો અને શાળાના બાળકો જોડાયા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.