પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ
ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય,ગોધરા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રેલી યોજાઇ
પંચમહાલ,
મંગળવાર :-સમગ્ર વિશ્વમાં ૩ જી ડિસેમ્બરના દિવસને વિશ્વ દિવ્યાંગ દિવસ તરિકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત કાર્યરત અને પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા “ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય- ગોધરા” દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમનામાં નવીન ઊર્જાનો સંચાર કરવા તથા દિવ્યાંગોનાં વિચાર- વિમર્શને સમજી લોકો તેમને સાથ સહકાર આપે તેવા હેતુથી એક રેલીનું ગોધરા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું.
જિલ્લા કલેકટરશ્રી, મામલતદારશ્રી તથા પોલીસ ડિવિઝન એ તરફથી રેલીની મંજૂરી મેળવી શાળા દ્વારા ગોધરા નગરનાં ગાંધી ચોકથી શરૂ કરી પાંજરાપોળ થઈ, વિશ્વકર્મા ચોક થઈ, નગરપાલિકા થઈ, પાંજરાપોળ થઈને ગાંધી ચોક પરના રૂટ ઉપર રેલી યોજાઇ હતી.
શાળાનાં મૂક બધિર બાળકોમાં આનંદ અને ઉત્સાહ વધારવા માટે તેમજ લોકોને આ દિવસ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલ આ રેલીમાં પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીજ્ઞેશભાઈ લખારાના હસ્તે રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા ખાતા, જિલ્લા બાળ સુરક્ષા ખાતા તથા પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ રેલીના સફળ આયોજન બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી અને શાળાના તમામ સ્ટાફગણ સહિત રેલીમાં સહભાગી થયેલ અધિકારી-કર્મચારીઓ પ્રત્યે શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી પ્રવિણભાઇ તલાવિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.