લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ તાલુકા ના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તારીખ 3/12/ 2014 ના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા ભાવનગરથી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા માથી પધારેલ જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી તેમજ માનજ મંત્રી મહેશ ભાઈ પાઠક તેમજ હસમુખ ભાઈ ધોરડા તેમજ સંગીતની સંપૂર્ણ ટીમ દ્વારા લોકગીત તેમજ ગઝલ સુગમ ગીત દ્વારા સુર શબ્દનો સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતમાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી દ્વારા વિદ્યાર્થીની બહેનોને સમસ્યાનું સોલ્યુશન કઈ રીતે લાવવું એના વિશે માર્ગદર્શન આપ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી ભાઈ ભાવનગરીયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. તેમજ કોલેજના , માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિકના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સંસ્થાનો સ્ટાફ હાજર રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.