વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સન્માનમાં નોટબુક અને પેન આપવા લોકોને વિનંતી કરી
વાવના ધારાસભ્યએ સન્માનમાં નોટબુક અને પેન આપવા લોકોને વિનંતી કરી
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ધારાસભ્યએ પોતાનું સન્માન કરવા આવતાં લોકોને ભેટમાં પેન, ચોપડા આપવા વિનંતી કરી છે. આ શૈક્ષણિક સામગ્રી જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ.વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને અભિનંદન અને શુભેચ્છાઓ આપવા માટે જીલ્લાભરમાંથી લોકો જઈ રહ્યા છે. જેઓ ફુલનો બુકે, અથવા તો સાલથી અભિવાદન કરી રહ્યા છે. ત્યારે સ્વરૂપજીએ પોતાનું સન્માન કરવા માટે આવનારા લોકોને પેન અને ચોપડા લાવવા માટે વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે, સન્મા માટે આપેલા ચોપડા, પેન સહિતની શૈક્ષણિક સામગ્રી ગરીબ પરિવારોના જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ | માટે વિનામૂલ્યે આપવામાં આવશે.
6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.