લીંબડીના,-રળોલ નજીક હોટેલ માં પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા કાર ચાલક સહિત બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત
લીંબડી ના,-રળોલ નજીક હોટેલ માં પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા કાર ચાલક સહિત બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડીના રળોલ ગામના પાટિયા નજીક આવેલી રાધિકા હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલક સહિત નવ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા.
માલતી માહિતી મુજબ અમદાવાદ ઈસનપુર મહારાણા પ્રતાપ સોસાયટી વિશાલનગર પાછળ રહેતાં પિયુષ કુમાર શાંતિલાલ ચૌહાણ તેઓ તથા તેમના પત્ની શારદાબેન તથા કાકાનો પુત્ર અતુલભાઈ તથા તેના રમીલાબેન તથા તેમની ત્રણેય પુત્રીઓ એશા, જીનલ, સિધ્ધી તથા કૌટુંબીક પરિવારજનો ભાવિકભાઈ પંચાલની કાર ભાડે બાંધીને અમદાવાદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા.તે સમયે લીંબડી અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીકકમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.