અસામાજિક તત્વો નો ભોગ બનેલા સ્વ. હાર્મીશ ગજેરા નાં શોકાતુર પરિવારજનો ની આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના એ લીધી મુલાકાત શીઘ્ર ન્યાય ની ખાતરી મળે તેવી બુલંદ માંગ સાથે પોલીસ કમિશનર ને આવેદન પત્ર પાઠવશે - At This Time

અસામાજિક તત્વો નો ભોગ બનેલા સ્વ. હાર્મીશ ગજેરા નાં શોકાતુર પરિવારજનો ની આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના એ લીધી મુલાકાત શીઘ્ર ન્યાય ની ખાતરી મળે તેવી બુલંદ માંગ સાથે પોલીસ કમિશનર ને આવેદન પત્ર પાઠવશે


અસામાજિક તત્વો નો ભોગ બનેલા સ્વ. હાર્મીશ ગજેરા નાં શોકાતુર પરિવારજનો ની "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" એ લીધી મુલાકાત

શીઘ્ર ન્યાય ની ખાતરી મળે તેવી બુલંદ માંગ સાથે પોલીસ કમિશનર ને આવેદન પત્ર પાઠવશે

રાજકોટમાં અસામાજિક તત્વો નો ભોગ બનેલા સ્વ. હાર્મીશ ગજેરા નાં શોકાતુર પરિવારજનો ની "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" નાં હોદેદારો એ તેમનાં નિવાસસ્થાન ખાતે મુલાકાત લીધી હતી અને તેઓને સ્વ.હાર્મીશ ને ન્યાય અપાવવા માટે હર સંભવ મદદ ની ખાતરી આપી હતી. આ કેસ માં પોલીસ તંત્ર તરફથી કોઈ જ ઢીલાશ ન વર્તાય તે હેતુથી તેમજ આ કેસમાં શીઘ્ર ન્યાય ની ખાતરી મળે તેમજ શહેરમાં આ પ્રકારનાં ગુનાખોર તત્વોને જે મોકળું મેદાન મળ્યું છે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર ને આવેદન પાઠવવામાં આવશે તેવું નક્કી કરેલ છે.આ આવેદન વખતે સ્વ.હાર્મીશ ગજેરા નાં પરિવારજનો પણ ઉપસ્થિત રહેવાના હોય તેમને સાંત્વના મળે અને ન્યાય ની લડાઈમાં સમાજ સાથે છે તેવો સંદેશો આપવા માટે આપ સૌ સમાજનાં યુવાનો, વડીલો સહિત સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો તેવી હાકલ સહ વિનમ્ર અનુરોધ.સ્થળ
પોલીસ કમિશ્નર શ્રી ની કચેરી,
જિલ્લા પંચાયત પાસે, રેસકોર્સ રાજકોટ.તારીખ.04/12/2024,બુધવાર સમય સવારે 10.45 કલાકે અંતરરાષ્ટ્રીય કુર્મી સેના
વિશેષ વિગત માટે સંપર્ક.
ચિરાગભાઈ કાકડીયા રાષ્ટ્રીય મહામંત્રી તેમ કુર્મી સેના એ સર્વો અનુરોધ કર્યો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.