પોરબંદર જિલ્લામાં દારૂનો ધંધો કરનાર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ઇસમોને પાસામા ધકેલાયા
દેવભૂમિ દ્વારાકાના જિલ્લાના રાણીવાવનેશ ના શખ્સ ને સુરત અને પોરબંદર જિલ્લા ના બખરલાના શખ્સ ને વડોદરા જેલમા એલ. સી.બી.એ મોકલી આપ્યા
ગોસા(ઘેડ) તા.૦૨/૧૨/૨૦૨૪
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધો કરનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને પોરબંદર જિલ્લાના ઈસમો સામે પોરબંદર પોલીસે કડક કાર્યવાહી હાથ કરી તેઓની સામે પાસા જેવા કડક પગલાં ભરેલ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણીવાવ નેશના શખ્સ ને સુરત જેલ ખાતે અને પોરબંદર જિલ્લાના બખરલા ગામના શખ્સને પાસા તળે અટકાયત કરી વડોદરા જેલ ધકેલી દેવાયા છે.
જુનાગઢ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂ ના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર શહેરનાઓના માર્ગ દર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં. પાર્ટ સી૧૧૨૧૮૦૧૮૨૪૦૨૧૯/૨૦૨૪ પ્રોહી.કલમ ૬૫(ઈ) ૧૧૬ બી, ૯૮(૨),૮૧ મુજબના ગુનામાં સાંડોવાયેલ આરોપી ભીખુ ભુટાભાઈ ઘેલીયાર બારી ઉ.વ. ૨૫ રહે. રાણીવાવ નેસ, તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા કેશુભાઈ રામાભાઈ મોરી ઉ. વ. ૨૫, રહે. માલદેવારી સીમ, વાડી વિસ્તાર, બખરલા, તાલુકો જીલ્લો પોરબંદર વાળા વિરૂધ્ધમાં પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓની સૂચના મુજબ પો. ઈન્સ. એસ.ડી. સાળુકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એ સામાવાળા ને પાસા હેઠળ અનુક્રમે સુરત જેલમાં અને વડોદરા જેલામાં અટકાયતમાં રહેવા પાસા ઇંસ્યુ કરતા એલ.સી.બી. ઇન્સાર્જ પી આઈ. આર. કે. કાંબરીયાએ સામા વાળાને પાસા વોરંટ ની બજવણી કરી અનુક્રમે સુરત જેલ અને વડોદરા જેલમા મોકલી આપેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી, કર્મચારી ગણમાં પો. ઈન્સ. એસ.ડી. સાળુકે હાર્બર મરીન પોલીસ સ્ટેશન તથા એલ. સી.બી. ઇન્સાર્જ પી.આઈ. આર. કે. કાંબરીયા તથા એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા, બટુકભાઈ વિંજુડા, વુમન એ. એસ.આઈ.રૂપલબેન લગધીર. હેડ. કોન્સ.વિપુલભાઈ ઝાલા, કુલદીપસિંહ જાડેજા તથા હાર્બર મરીન પોલીસ ના એ. એસ. આઇ. ભરતભાઈ વાઘેલા, લગધીરસિંહ ઝાલા,હેડ. કોન્સ. લખનભાઈ પરમાર તથા પો.કોન્સ. વિપુલભાઈ જોશીના ઓ રોકાયેલા હતા.
રિપોર્ટર :- વિરમભાઇ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.