કુવાડવા રોડ પર વાહનમાં ઘેટાં-બકરાં લઇ જતા પિતા-પુત્ર પર ગૌરક્ષકોનો હુમલો - At This Time

કુવાડવા રોડ પર વાહનમાં ઘેટાં-બકરાં લઇ જતા પિતા-પુત્ર પર ગૌરક્ષકોનો હુમલો


સામા પક્ષે પણ કારની તલાશી લેનાર ગૌરક્ષક પર હુમલો, સામસામે ગુનો નોંધાયો

રાજકોટના મોચી બજારમાં રહેતા મજિદભાઇ કરીમભાઇ માંડલિયા (ઉ.52) અને તેનો પુત્ર વસીમ (ઉ.24) ઇકોમાં ઘેટાં-બકરાં ભરીને સુરેન્દ્રનગર પાસેથી આવતા હતા ત્યારે કારમાં પાંચ અજાણ્યા શખ્સોએ ધસી ધોકા-છરી વડે હુમલો કરતાં બન્નેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ ભગોરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

જ્યારે સામાપક્ષે પણ ચોટીલામાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઇ ભરતભાઇ સાકરિયા (ઉ.32) તેને પિતા પુત્રએ ઢીકાપાટુનો માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવને પગલે તપાસ કરતા ઘેટાં-બકરાં ભરી કારમાં આવતા પિતા-પુત્રને જીવદયા પ્રેમીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ભગાડી મુક્યા બાદ કારનું ટાયર ફાટતા કાર ઊભી રાખી હતી. તે દરમિયાન નંબર વગરની કાર લઇને આવેલા પાંચ અજાણ્યા શખ્સે છરી,ધોકા વડે હુમલો કર્યો હોવાનું કહી કેટલાક આક્ષેપો પણ કરી મજિદભાઇએ ફરીયાદ કરી હતી. જ્યારે ગૌરક્ષક વિપુલભાઇએ કારમાં તલાશી લેતા ખીચોખીચ ભરેલા પશુ અંગે પૂછતા તેને હુમલો કર્યો હોવાની ફરિયાદ કરતાં પોલીસે સામસામે ગુનો નોંધી એક આરોપીને સકંજામાં લઇ પૂછતાછ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.