સસ્તી વસ્તુ ખરીદવા માટેનો મધ્યમ વર્ગ પરિવારનો 3 કિ.મી. લાંબો ખુલ્લો ‘મોલ’
શહેરના અલગ-અલગ વિસ્તારમાં રોજ ભરાય છે સસ્તી (ગુજરી) બજાર
રાજકોટમાં કણકોટ-કાલાવડ રોડ પર શનિવારી બજાર ભરાય છે. આ બજાર મધ્યમવર્ગનો મસમોટો અને આકાશ નીચે આવેલો ખુલ્લો મોલ છે. જ્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુથી લઇને ઈલેક્ટ્રોનિક અને ઘર સુશોભન માટેની તમામ ચીજવસ્તુઓ મળી રહે છે અને તે પણ બજેટમાં. જેને કારણે મધ્યમવર્ગ અહીંથી જ મોટાભાગની ખરીદી કરે છે. શનિવારી બજાર 3 કિલોમીટર સુધીમાં રોડ પર જ ભરાય છે. આ બજારની વિશેષતા અે છે કે, અહીં કોઇ દુકાન હોતી નથી કે ડિસ્પ્લે રાખવામાં આવતી નથી. વેચનાર નીચે બેસે છે અથવા તો પલંગ ઢાળીને પોતાની વસ્તુઓ રાખે છે. દરેક લોકો તમામ ચીજવસ્તુઓ ખરીદી પણ શકે છે અને નિહાળી શકે છે. દરેક વસ્તુ કિંમતમાં પરવડતી હોવાને કારણે અહીં ખરીદી માટે લોકોની લાંબી લાઇન લાગે છે. સવારે 8.00 કલાકે બજાર ભરાય છે અને સાંજે 4.00 કલાકે બજાર પૂરી થાય છે. આમ 9 કલાકમાં એક દિવસમાં અનેકગણો વેપાર થાય છે. તેમ વેપારીઓ કહે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.