ગુજરાત ના મુઠિ ઉંચેરા લોક સેવક શ્રી કાંતિ ભાઈ પરસાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન.. - At This Time

ગુજરાત ના મુઠિ ઉંચેરા લોક સેવક શ્રી કાંતિ ભાઈ પરસાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન..


ગુજરાત ના મુઠિ ઉંચેરા લોક સેવક શ્રી કાંતિ ભાઈ પરસાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન..

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં ભાવનગર ના લોક સેવક ડૉ. નિર્મળ ભાઈ વકીલ ની સ્મૃતિ માં ૩૩ મો વૃદ્ધજન સન્માન સમારંભ સંસ્થા પ્રાંગણ માં યોજાયો....જેમાં નઇ તાલીમ ના શિક્ષણ માધ્યમ થી લાખો વિધાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધાર ની પ્રવૃતિ માં યોગદાન આપનાર શ્રી કાંતિ ભાઈ પરસાણ નું અભિવાદન થયું.. ખાદી ગ્રામોદ્યોગ, સામાજિક સહકારી સંસ્થા ઓના સફળ , અનુભવી સંચાલક રહ્યા હતા.૧૯૫૧ થી કરુણા પ્રધાન ખાદી ના વસ્ત્રો ધારણ કર્યા છે. સમર્પિત ગુરુજનો શ્રી લલ્લુ ભાઈ શેઠ, નાનાભાઈ ભટ્ટ , મનુભાઈ પંચોળી, વજુભાઈ શાહ તેમના પ્રેરણાસ્તોત્ર છે. તેમણે ૨૦ વર્ષ પૂર્વે થોરડી મુકામે લોકસેવક સંઘ ની સ્થાપના કરી તેમજ હાલ માં મેનેજીંગ ટ્રસ્ટી છે..
ગ્રામીણ વિસ્તાર ના વંચિત બાળકો ના શિક્ષણ માટે પ્રાથમિક શાળા તેમજ ૧૨ ધોરણ સુધી ની માધ્યમિક શાળા , દિવ્યાંગ દ્ર્ષ્ટીહિન બાળકો માટે નિવાસી અંધ વિદ્યાલય, પુનઃ વર્સન તાલિમ , વિકલાંગો ને નિ: શુલ્ક સાધન સહાય, મહિલા સશિતકરણ, વ્યસમુક્તિ, પર્યાવરણ, ગૌસંવર્ધન, સર્વ રોગ નિદાન, લઘુ ઉદ્યોગ, તાલીમ કેન્દ્ર તથા કુદરતી માનવીય આપતી સમયે સહાય કાર્ય શ્રી કાંતિ ભાઈ પરસાણ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ , આશીર્વાદ ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન થયું છે..ગુજરાત ના મૂઠ્ઠી ઉંચેરા લોક સેવક તરીકે શ્રી કાંતિ ભાઈ પરસાણ નું અભિવાદન સમસ્ત વડીલો માટે પ્રેરણાદાયી બને છે...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.