ગુજરાત ના વરિષ્ઠ નાગરિક અને લોક સેવક શ્રી સુર સંગભાઈ ચૌહાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન થયું.
ગુજરાત ના વરિષ્ઠ નાગરિક અને લોક સેવક શ્રી સુર સંગભાઈ ચૌહાણ નું વડીલ વંદના કાર્યક્રમ માં અભિવાદન થયું.
ભાવનગર સર્વોદય ઉતર બુનિયાદી વિદ્યાલય ટંકારિયા ના નિવૃત્ત આચાર્ય હતા.હાલ માં ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા, મણાર ના નિયામક તરીકે માનદ સેવા આપે છે..દેવભૂમિ દ્વારકા ના અછત ગ્રસ્ત સેવા જામ કલ્યાણ તાલુકામાં જ્યાં શિક્ષણ નું પ્રમાણ નહિવત હતું ત્યાં ૧૯૭૨ માં ઉતર બુનિયાદી વિદ્યાલય તથા બક્ષીપંચ છાત્રાલય તેમજ બક્ષીપંચ આશ્રમ શાળા ની સ્થાપના કરી..
જ્યોતિ ટ્રસ્ટ ના સહયોગ થી કલ્યાણ પુર તાલુકા ના ૧૨ ગામમાં વોટર શેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતગર્ત ૫૬ ચેકડેમ તૈયાર કર્યા છે.. વાસ્મો પ્રોજેક્ટ હેઠળ ૨૯ ગામમાં ઘેર ઘેર નળ યોજના સાકારિત કરી. કચ્છ ના ભૂકંપ ગ્રસ્ત ૧૧ ગામો માં મકાન તૈયાર કર્યા છે .મહિલા સ્વનિર્ભર જૂથ ગામમાં ખેડૂત મંડળો, રાહતભાવે દવાખાનું, બાલમંદિરો નો શુભારંભ માં શ્રી સુર સંગભાઈ નું આગવું પ્રદાન છે.. આ ઉપરાંત લોકભારતી દ્વારા શિક્ષણ અને સમાજીક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિધાર્થી ઓની પુસ્તિકા ' ઝાડ ના પારખાં ફળ ઉપર થી ' શ્રેણી પ્રકાશિત થઈ છે...તેમજ જામનગર જિલ્લા ના શ્રેષ્ઠ આચાર્ય તરીકે વિભૂષિત થયા છે..ગુજરાત ના વરિષ્ઠ નાગરિક તરીકે લોક સેવક શ્રી સુર સંગભાઇ ચૌહાણ નું ૩૩ માં વડીલ વંદના કાર્યક્રમ માં લોકભારતીના અધ્યક્ષ ડૉ અરુણભાઈ દવે ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.