જસદણ તાલુકા સેવા સદન ખાતે સર્વર ડાઉન થતા પાંચ દિવસથી અરજદારો પરેશાન રાશનકાર્ડ આધાર કાર્ડ લિંક કરાવવા માટે લોકોને ધર્મના ધક્કા ઉગ્ર રોષ યોગ્ય કરવા માંગ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા પાંચ સાત દિવસથી સર્વર ડાઉન થતા જસદણ તેમજ આજુબાજુના પંથકમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થાય છે. અને ભારે મુશ્કેલીમાં મુકાય છે રાશનકાર્ડ આધારકાર્ડ લિંક કરાવવા આવતા અરજદારો ને કલાકો સુધી ઊભું રહેવું પડે છે. આમ છતાં પણ ધરમનો ધક્કો થાય છે. આ બાબતે જવાબ દાર તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કરવા અરજદારોએ માંગ ઉઠાવી છે. અને ધરમના ધક્કા ખાય ખાય લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. જસદણ સેવા સદન ખાતે E-KYC કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સમનો કરવો પડે છે. સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહયા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાના ઘાટ ઘડાયા છે. વહેલી સવારથી જ લોકોની આધાર અને E-KYC માટે લાઈનો લાગે છે. રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત છે. કેવાયસી સબમિટ કરવાવા મહિલા પુરુષ તેમજ નાના બાળકો સાથે કચેરીમાં ધક્કા ખાઈને ધરાઇ રહ્યા છે. છેલ્લા પાંચ સાત દિવસથી લોકો KYC કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. સર્વર ડાઉન ના કારણે લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર થઈ રહયા છે. જેથી જવાબદાર તંત્ર વાહકોએ સર્વરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.