બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત બોટાદ આંબેડકર પ્રાથમિક શાળા નંબર 26 ના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત કરી કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું - At This Time

બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત બોટાદ આંબેડકર પ્રાથમિક શાળા નંબર 26 ના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત કરી કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
પોલીસ પ્રજાની મિત્ર છે એ વાક્ય ને ચરિતાર્થ કરતુ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી લિંગ આધારિત હિંસા નાબુદી અભિયાન હેઠળ ડૉ આંબેડકર પ્રાથમિક શાળા નંબર 26 ના વિદ્યાર્થી અને તેમના વાલી ઓ દ્વારા જિલ્લા કલેક્ટર જીન્સી રોય મેડમ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સૂરી જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ બળોલીયાં ના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય લલિતભાઈ વાજા સાથે સંકલન કરી કાયદાકીય જાગૃતિ પ્રોગામનુ આયોજન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક પર્યટન જેવું અનોખું આયોજન કરી બસની વ્યવસ્થા દ્વારા બેટી બચાવો બેટી પઢાવો રેલી અંતર્ગત બોટાદ મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઇ તમામ પોલીસ સ્ટેશન ની કામગીરી પોલીસ સ્ટેશનમા નોંધાતી ફરિયાદો ના પ્રકાર ખાસ કરી ને મહિલા લક્ષી કાયદાકીય માહિતી છેડતી, ઘરેલું હિંસા,ગુડ ટચ બેડ ટચ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112,100,1930,જેવી અન્ય હેલ્પલાઇન તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજના ઓ વિષે વિગતવાર સમજ કરવામાં આવેલ આ ઉપરાંત રૂરલ પોલીસ સ્ટેશનના ગુલાબભાઇ ખોડદા તેમજ નરેશભાઈ સોલંકી દ્વારા લોકપ તેમજ ગંભીર ગુનાઓ તેમજ કાગળ કામ બાબતે એ સમજ કરેલ આ ઉપરાંત વિદ્યાર્થી ઓ એ જ્ઞાન સાથે ગમત સુરપાલસિંહ ગોહિલ દ્વારા વી આર સેટ દ્વારા મનોરંજન મેળવી પ્લે ગ્રાઉન્ડ મા રમતો રમી હળવો નાસ્તો કરી પોલીસ પ્રજાની મિત છે તેનો અનુભવ કરેલ તમામ વાલી ઓ મા ખુશી ની લહેર જોવા મળેલ સાથે સાથે બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ પોલીસ સ્ટેશન ના અધિકારી પી આઈ વસાવા ,પી એસ આઈ એ .ડી વ્યાસ દ્વારા વિદ્યાર્થી ઓ ને ઉચ્ચ અભ્યાસ કરી લક્ષ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ રિંકલબેન મકવાણા દ્વારા કરવામાં આવેલ આ ઉપરાંત વુમન એમ્પવાર મેન્ટ હબ ના મહેશભાઈ સોલંકી સખી વનસ્ટોપ સેન્ટર ના છાયા બેન તેમજ 181 ના કાઉન્સેલર રીટાબેન હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.