રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની આયશર જેવા મોટા વાહનોમાં હેરાફેરી કરતા ઇસમને આયશર ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ. ૪૭,૬૪,૪૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. તથા એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર તથા ડ્રા.પો.કો. ગીરીશભાઇ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
તા.૨૮/૧૨/૨૦૨૪ના હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી એસ.એન.કરંગીયા પો.ઇન્સ. એલ.સી.બી તથા અ.પો.કો. અમરતભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ કે, “ એક ટાટા કંપનીનુ ૧૫૧૨ ગાડી નંબર-MH-15-HH-6827 ની શામળાજી તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે." જે બાતમી હકીકત આધારે શામળાજી અમદાવાદ હાઇવે રોડ ઉપર સેવન સ્કાય કોમ્પલેક્ષથી ૫૦૦ મીટર આગળ બાતમીવાળા વાહનની વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબનુ ટાટા કંપનીનુ ૧૫૧૨ ગાડી નંબર-MH-15-HH-6827 ની આવતાં સરકારી વાહનથી આડાશ કરી બ્લોક કરી ઉભુ રખાવી તેના ચાલકને પુછતાં તેણે જણાવેલ કે અંદર વેસ્ટ સફેદ પાવડરની બેગોની આડાશમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હોવાનુ જણાવતો હોય અને પોતાની પાસે કોઇ આધાર/પરમીટ ન હોઇ ગાડીમાં ચેક કરતાં તેમાં સફેદ પાવડરની બેગોની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોઇ જે દારૂ પેટી નંગ-૪૬૩ કુલ બોટલ નંગ-૧૧,૫૩૨ કિ.રૂ.૩૭,૫૭,૬૨૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા અલગ અલગ દરની ચલણી નોટ નંગ-૯ કિ.રૂ.૧,૮૦૦/- તથા વાહનના માલીકી અંગેના દસ્તાવેજની ઝેરોક્ષ નકલો વાળી પ્લાસ્ટીકના ફોલ્ડરની ફાઇલ કિ.રૂ.00/00 તથા ટાટા કંપનીનુ ૧૫૧૨ ગાડી નંબર-MH-15-HH-6827 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૭,૬૪,૪૨૦
મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર. નં.૧૧૨૦૯૦૧૬૨૪૧૨૨૫/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧.૮૩ તથા બી.એન.એસ કલમ.૧૧૧(૩)(૪) મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
અ.નં. વિગત
દારૂ પેટી નંગ-૪૬૩ કુલ બોટલ નંગ-૧૧,૫૩૨
રૂ.૩૭,૫૭,૬૨૦/-
મોબાઇલ નંગ.-૧
૩.૫,૦૦૦/-
અલગ અલગ દરની ચલણી નોટ નંગ-૯
૩.૧,૮૦૦/-
દસ્તાવેજની ઝેરોક્ષ નકલો ફાઇલ
૩.००/-
ટાટા કંપનીનુ ૧૫૧૨ ગાડી નંબર-MH-15-HH-6827
૩.૧૦,૦૦,૦૦૦/-
પકડાયેલ આરોપી
કિંમત
૩.४७,७४,४२०/-
કુલ-
(૧) લુના સ/ઓ બાલા અલસા જાટ ઉ.વ.૩૨ રહે.ચાડાર મદરૂપ રામદેવ મંદીર પાસે થાના રામસર તા.રામસર, જી.બાડમેર રાજસ્થાન ૩૪૪૫૦૨
પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ
(૨) શૈલેષ જૈન રહે.ડુંગરપુર રાજસ્થાન (ભારતીય બનાવટનો વિદેશી દારૂની લાઇન ચલાવનાર )
(૩) પવન ચૌધરી રહે.ડુંગરપુર રાજસ્થાન (શૈલેષ જૈનનો મુનીમ )
(૪) હરીયાણા નારનોલ બ્રીજ નીચેથી ટાટા ગાડી લઇ જઇ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આપનાર ઇસમ નામઠામ જણાઇ આવેલ નથી.
(૫) ગ્રે કલરની ગાડીથી પાઇલોટીંગ કરનાર ઇસમ નામઠામ જણાઇ આવેલ નથી.
(S) અમદાવાદ રીંગ રોડ પ્રોહી મુદ્દામાલ મંગાવનાર નામઠામ જણાઇ આવેલ નથી
રિપોર્ટર.હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.