વિરપુરના રળીયાતા સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કરાયેલા ઘઉંમાં કાકરાં નિકળ્યાં... - At This Time

વિરપુરના રળીયાતા સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કરાયેલા ઘઉંમાં કાકરાં નિકળ્યાં…


રળીયાતા ગામના દુકાનદારે ભેળસેળ કરી કે કોન્ટ્રાક્ટરે કરી ? તે અંગે તપાસ કરવા ગ્રામજનોની માગ....

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રળીયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની માગણી કરી છે. જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૂરી બન્યું છે ત્યારે વિરપુર તાલુકાના રળીયાતા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને માટીના રોડા મિશ્રિત ઘઉં વિતરણ કરવામાં આવ્યાં હતાં. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ દુકાન પર છેલ્લા ચાર દિવસથી માટીના રોડાવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે દુકાનદારનો ઉધડો લેતા તેણે સરકારી ગોડાઉનમાંથી જે જથ્થો આવ્યો તે જથ્થો જ વિતરણ કર્યો હોવાનો બચાવ કર્યો હતો. જોકે, ગ્રામજનોને આ વાત ગળે ઉતરતી નથી. આમ છતાં તેઓએ મહિસાગર જિલ્લા પુરવઠા વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ નિષ્પક્ષ તપાસ કરાવે માગણી ગ્રામજનોમાં ઉઠી છે. જો દુકાનદાર અને સરકારી ગોડાઉનના સંચાલક અથવા કોન્ટ્રાક્ટરે ઘઉંના ભેળસેળ કરી હોય તો તેમની સામે કડક પગલાં ભરવા પણ રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું....

ભાવેશ પટેલ રળીયાતા ગામના આગેવાન...
રળીયાતા ગામે છેલ્લા કેટલાક દિવસોથી રળીયાતા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને માટીના રોડા મિશ્રિત ઘઉં વિતરણ કરવામાં આવ્યાં હતાં ત્યારે આ બાબતે મામલતદારને જાણ કરી છે આની તપાસ કરવામાં આવે તેવી માંગ છે અમારી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.