કંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થીઓ આચાર્યને ભેટી ચોંધાર આસુંએ રડ્યા - At This Time

કંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થીઓ આચાર્યને ભેટી ચોંધાર આસુંએ રડ્યા


કંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ની બદલી થતા ચોધાર આંસુએ બાળકો રડ્યા, શિક્ષકો પણ હિબકે ચઢ્યા.

વ્હાલા શિક્ષકની બદલી થતા ચોંધાર આસુંએ રડતા બાળકો સાથે શાળાના શિક્ષકો પણ હિબકે ચઢ્યા હતા. દહેગામ તાલુકાના કંથારપુરા પ્રાથમિક શાળામાં 17 વર્ષથી શિક્ષક અને આચાર્ય તરીકે સેવા બજાવતા ભરતભાઈ પટેલની અન્ય સ્થળ પર બદલી થતા શાળામાં આજે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા. શિક્ષકની બદલી થઈ ગઈ છે તેવું સાંભરતા જ બાળકો હિબકે ચઢે છે તે એ દર્શાવે છે કે બાળકો સાથે શિક્ષકની આત્મીયતા કેટલી હદે જોડાયેલી છે.સાબરકાંઠા ના પ્રાતિજ ના મજરા ગામના રહેવાસી ભરતભાઈ પટેલ પોતે 17 વર્ષ સુધી કંથારપુરા પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ,શિક્ષકો,ગ્રામજનો સાથે એક કુટુંબની જેમ રહીને શાળામાં વિકાસના કામો કરયા હતા જે આજે પણ ગ્રામજનો ભરતભાઈ પટેલનો આભાર માની રહ્યા છે. આજે કંથારપુરા પ્રાથમિક શાળામાં ભરતભાઈ પટેલને ગાંધીનગર ખાતે બદલી થતા તેમનો શાળામાં છેલ્લો દિવસ હોઈ કંથારપુરા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી તેમને વિદાય આપી હતી જે દરમિયાન શાળાના બાળકો આચાર્યને ભેટી પડ્યા હતા અને ચોધાર આસુંએ રડી પડ્યા હતા આ દ્રશ્ય જોઈને બાળકના જીવનમાં શિક્ષકનું કેટલું મહત્વ છે તે સમજાય છે અને શિક્ષક સાથે બાળકને જુદા પડવાની વેદના બાળકો પર સ્પષ્ટ જોઈ શકાય છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.