વિરપુર તાલુકાના છેવાડાના આસપુર ગામે રાત્રીસભા યોજાઈ…
રાત્રી સભામાં ગામનું તળાવ પાણીથી ભરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ...
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના છેવાડાના આસપુર ગામે મામતદાર અધીકારીની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રી ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી આ રાત્રી સભામાં ગામનું તળાવ પાણીથી ભરવાને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી
વિરપુર તાલુકાના આસપુર ખાતે મામલતદાર આર . એમ પટેલ અધિકારી ની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરપુર મામલતદાર આર એમ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરી ઉપસ્થિત રહી ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા આ રાત્રી સભામાં ગામનું તળાવ પાણીથી ભરવાને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી ઉપરાંત અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી તથા થયેલા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. વ્યક્તિગત તેમજ સામૂહિક યોજના અંગે પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પાણીની સમસ્યા,નવી ગટર લાઈન, નવીન રસ્તાઓ, નવીન હાઈસ્કૂલ,નવીન પાણીની પાઈપ લાઈન ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત અધિકારીને સુચના આપી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો ૩૦૦થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રીસભામાં આવેલા અધિકારીઓ દ્વારા તમામ નાગરિકોના પ્રશ્નો સાંભળી ઉકેલ આપવાની ખાતરી આપી હતી કાર્યક્રમના અંતમાં તળાવમાં પાણી ભરવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.