સુઈગામ પંથકમાં દેશી-ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગરો પર જવાબદાર તંત્ર ના ચારેય હાથ માથે કે શું? - At This Time

સુઈગામ પંથકમાં દેશી-ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગરો પર જવાબદાર તંત્ર ના ચારેય હાથ માથે કે શું?


બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વિસ્તારમાં છડેચોક ધામધૂમ થી દેશી તેમજ ઈંગ્લીશ દારૂનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે, દારૂના રવાડે ચડી દેશનું ભાવિ યુવાધન બરબાદ થઈ રહ્યું છે,ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડાઓ તેમજ વિદેશી દારુઓના સ્ટેન્ડો બનાવી બુટલેગરો ધામધૂમથી દારૂનું વેચાણ કરી રહ્યા છે, જવાબદાર તંત્રની આંખ સામે બુટલેગરો બાઇકો પર દારૂની બોટલોના થેલા ભરીને હોમ ડીલીવરી કરી રહ્યા છે,તેમ છતાં કાયદાના રખેવાળો દ્વારા બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવતી નથી તેથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે ક્યાંક કાયદાના રખેવાળો જ કટકીપાણી લઈને આવા દારૂ વેચતા બુટલેગરોને છાવરી રહ્યા છે, જો કે આમ જનતાનો પણ એવો સુર છે કે પોલીસ હપ્તાઓ લઈને દેશી તેમજ ઈંગ્લીશ દારૂ વગેરે વહેંચવાની પરમીશન આપતી હોય છે, હવે જોવું રહ્યું કે સુઈગામ પંથકમાં ખુલ્લેઆમ ધૂમ મચાવતા દારૂના ધંધા પર જવાબદાર તંત્ર લાલ આંખ કરે છે કે બુટલેગરો પાસેથી હપ્તો લઈ આંખ આડા કાન કરે છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.