મંગળ ગ્રહની સપાટી પર શોધ્યો પાણીનો ભંડાર - At This Time

મંગળ ગ્રહની સપાટી પર શોધ્યો પાણીનો ભંડાર


વિજ્ઞાનીઓએ મંગળ ગ્રહ પર ઈતિહાસની સૌથી મોટી સફળતા હાંસલ કરી છે. વિજ્ઞાનીઓએ મંગળ પર પાણી શોધી કાઢ્યું છે. આ શોધ બાદ મંગળ પર જીવનની શક્યતા વધી ગઈ છે. વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે પૃથ્વી પર આશરે 4.3 અબજ વર્ષો પહેલાથી પાણી અસ્તિત્વમાં છે, પરંતુ મંગળ ગ્રહ પર પાણીનો ઈતિહાસ ઘણો અનિશ્ચિત રહ્યો છે.

4.45 અબજ વર્ષો પહેલા પાણી હોવાના પુરાવા

મંગળ પર પાણી ક્યારે, ક્યાં અને કેટલા સમય પહેલા હાજર હતું તે નક્કી કરવું એ વિજ્ઞાનીઓ માટે વર્ષોથી પડકારજનક પ્રશ્ન રહ્યું છે. મંગળ પર જીવનની શક્યતા તપાસતી વખતે વિજ્ઞાનીઓએ મંગળના ઉલ્કાપિંડમાં હાજર ખનિજ ઝિર્કોનનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે 4.45 અબજ વર્ષો પહેલા જ્યારે ઝિર્કોન સ્ફટિકો બન્યા ત્યારે મંગળ પાણી હાજર હતું

https://www.gujaratsamachar.com/news/international/international-space-station-is-leaking-nasa-and-russia-dont-want-to-fix-it" target="_blank" rel="noopener">આ પણ વાંચો : સુનીતા વિલિયમ્સ પર ખતરો ! રશિયન મૉડ્યૂલમાં લીકેજના કારણે સ્પેસ સ્ટેશનનું સંતુલન બગડ્યું, વિસ્ફોટનો ભય

1970માં સૌપ્રથમ વખત મળ્યા હતા પુરાવા

લાંબા સમયથી માનવામાં આવે છે કે મંગળના પ્રારંભિક ઇતિહાસમાં પાણીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પૃથ્વીની જેમ મંગળની રચના પણ લગભગ 4.5 અબજ વર્ષો પહેલા થઈ હતી. મંગળ પર પાણી હોવાના પુરાવા સૌપ્રથમ 1970ના દાયકામાં મળ્યા હતા, જ્યારે નાસાના મરીનર 9 અવકાશયાને મંગળની સપાટી પર નદીની ખીણોની તસવીરો લીધી હતી. બાદમાં માર્સ ગ્લોબલ સર્વેયર અને માર્સ એક્સપ્રેસ સહિતના ઓર્બિટલ મિશનોએ સપાટી પર હાઇડ્રેટેડ માટીના ખનિજોની વ્યાપક હાજરી શોધી કાઢી હતી.

45 ટકા ભાગ પર પાણી હોવાના સંકેત

મંગળની નદીની ખીણો અને માટીના ખનિજો મુખ્યત્વે નોઆચિયન ભૂપ્રદેશમાં જોવા મળે છે, જે મંગળના લગભગ 45 ટકા ભાગને આવરી લે છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિક મિશનો દ્વારા હેસ્પેરિયન વિસ્તારોમાં 'આઉટફ્લો ચેનલ્સ' તરીકે ઓળખાતા મોટા પાણીના સ્ત્રોતો પણ શોધી કાઢ્યા હતા. આ સપાટી પર પાણીની ટૂંકા ગાળાની હાજરી સૂચવે છે. મંગળ પર પાણીના મોટા ભાગના અહેવાલો ત્રણ અબજ વર્ષ કરતાં જૂના સમયમાં પાણીની હાજરી સૂચવે છે.

https://www.gujaratsamachar.com/news/international/international-space-station-is-leaking-nasa-and-russia-dont-want-to-fix-it" target="_blank" rel="noopener">આ પણ વાંચો : વોટ્સએપ પર હવે મોકલી શકાશે વીડિયો નોટ્સ: જાણો કેવી રીતે સેન્ડ કરશો…

મંગળ પર મહાસાગર છે

વિજ્ઞાનીઓ દ્વારા એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, મંગળ પર 4.45 અબજ વર્ષ પહેલાં પ્રારંભિક વૈશ્વિક મહાસાગર હોઈ શકે છે. આ અભ્યાસમાંથી સૌથી મોટું ચિત્ર એ છે કે 4.45 અબજ વર્ષ પહેલાં મંગળની સપાટીની પ્રારંભિક રચના દરમિયાન મેગ્મેટિક હાઇડ્રોથર્મલ સિસ્ટમ્સ સક્રિય હતી. તેના પરથી વિજ્ઞાનીઓને લાગે છે કે તે સમયે મંગળની સપાટી પર પાણી સ્થિર પ્રવાહી સ્વરૂપે હાજર હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.