ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જ્ઞાતિ વિશે અપશબ્દો કહેતા યુવાને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટના જય ભીમનગરમાં ઝડૂસ હોટેલની બાજુમાં રહેતાં નિખીલભાઈ કાંતીભાઈ ચાવડા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક સિદ્ધુ રાજપૂત 007નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છુટક મજૂરીકામ કરે છે. તેઓ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી nkchavdaના નામથી ઉપયોગ કરે છે. તેમના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર ગઇ તા. 28.05.2024 ના એક રીલ્સ મૂકેલ જેમા તેમનો ફોટો તથા બાબા સાહેબ આંબેડકરનુ ગીત અને ફોટા ઉપર ગુજરાતીમાં એક વાક્ય લખેલ હતું. તેમની આઇ.ડી.માં તેમના ફોલોઅર્સમાંથી રીલ્સ ઉપર અલગ-અલગ કોમેન્ટ કરેલ હતી. જેમાં ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. sidhurajput007 ધારકે રીલ્સ પર તા.31.05.2024 ના કોમેન્ટમાં અંગ્રેજી અક્ષરમાં (ગુજરાતી) અપશબ્દો તથા અભદ્ર કક્ષાની ભાષાનો ઉપયોગ કરી સમાજ વિરૂધ્ધ ગેરબંધારણીય શબ્દો ઉચ્ચાર કરી જ્ઞાતિ પ્રત્યે જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરેલ હતાં તેમજ જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી આવો અમારી બાજુ પડે ખબર એવી ધમકી આપેલ હતી તેમજ સમાજનું અપમાન હતું. આ બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી એસીપી રાધિકા ભરાઈએ તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.