રાષ્ટ્ર હિત સર્વોપરી ની ભાવના સાથે ઋષિકેશ માં વ્યસન અને ફેશન મુક્ત ના અનોખા સંકલ્પ લેતો ખાખરિયા ના સમસ્ત કાસોદરિયા પરીવાર નો યુવા સમુદાય…
રાષ્ટ્ર હિત સર્વોપરી ની ભાવના સાથે ઋષિકેશ માં વ્યસન અને ફેશન મુક્ત ના અનોખા સંકલ્પ લેતો ખાખરિયા ના સમસ્ત કાસોદરિયા પરીવાર નો યુવા સમુદાય...
ભારત ની પવિત્ર યાત્રા ભૂમિ હરિદ્વાર ઋષિકેશ ગંગા મૈયા ના સાનિધ્ય માં ગીતા ભવન ખાતે ભાવનગર ના પાલિતાણા તાલુકાના ખાખરીયા ગામના વતની કાસોદરિયા પરીવાર દ્વારા ગત તારીખ ૧૫/૧૧ થી ૨૧/૧૧ સુઘી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગવદીય કાર્ય દરમ્યાન પ્રેરક શબ્દો થી પ્રેરણા મેળવી સમગ્ર પરીવાર ના યુવાધને લીધો સમાજ સાથે રાષ્ટ્ર સુધારણા નો અનોખો સંક્લ્પ.......
ઉલ્લેખનીય બાબત એ છે કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા દરમિયાન કાસોદરિયા પરીવારે સ્વેચ્છા એ જ હકારાત્મક પોઝિટિવ વિચારો સાથે વ્યસન મુક્ત કરવા રાષ્ટ્ર અને સમાજ ને સુધારવો હોય તો પહેલાં પરીવાર થી જ શરુઆત કરવી પડશે એવા શુધ્ધ વિચાર થી પરીવાર ના તમામ ભાઈઓ વડીલોએ તમામ પ્રકારના વ્યસન છોડીને અકારણ જેમાં વેડફાતા જતાં હતાં તે નાણાં નો પ્રકૃત્તિ અને પર્યાવરણ નું ઋણ અદા કરવા અર્પણ કરીશુ તેવો સંકલ્પ લીધો હતો.
હાલ સુઘી આપણે જોયું અને જાણ્યું કે સાંભળ્યું હોય કે એક વ્યકિત કે પરીવાર વ્યસન મુક્ત થયો હોય પરંતુ અહી આખો કાસોદરિયા પરીવાર વ્યસન મુક્ત થયો છે આ છે કુટુંબ ની અખંડ એક્તા ની તાકાત, ભાઈચારા અને પરીવાર સમાજ તેમજ રાષ્ટ્ર ને ઉપયોગી થવાની ભાવના આ જ ભાવના થી સમાજ અને રાષ્ટ્ર સુધારણા ને વેગ મળે તેવું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે.
ઉપર્યુક્ત સ્વેચ્છા એ વ્યસન અને ફેશન મુક્ત પરીવાર કરવા કાસોદરિયા પરીવાર ની દિકરીઓ નિમિત્ત બની હતી અને વક્તવ્ય રજૂ કર્યુ હતું કે એક જ લોટી માં કહશું તો એટલું જ કહશું કે જો બે જ વર્ષનું બાળક માતા નું ધાવણ છોડી શકતું હોય તો યુવાનો થી વડીલ સુધીના અમારા તમામ માટે આ વ્યસન ની એવી કઈ ઔકાદ કે મારા ભાઇઓ વડીલો ને પકડી રાખે..!!! આપણા પરીવાર ની એક્તા અને સમજણ પાસે તંબાકુ બીડી ગુટખા કે વ્યસન ના કોઈ દ્રવ્ય હોય તે તમને પકડી નથી રાખતા ... તમે જ તેને પકડી રાખો છો.. માટે વ્યસન છોડો પરીવાર બચાવો... વ્યસન છોડો સમાજ અને રાષ્ટ્ર નું યુવાધન બચાવો...
બીજુ એ પણ કહશું કે માત્ર ભાઇઓ નહી મારા પરિવાર ની મારી દરેક બહેનો અને દિકરીઓ ને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે ફેશન થી દૂર રહો મર્યાદા માં રહી વસ્ત્ર પહેરવા દેશ અને આપણા પરીવાર સમાજ અને રાષ્ટ્ર સાથે જન્મભૂમિ કર્મભૂમિ વતન ની સંસ્કૃતિ પ્રકૃત્તિ જાળવવાનો પ્રયાસ કરજો....
મારી નમ્ર અને વિવેકી ભાષા માં બે હાથ જોડીને અપીલ છે કે મારી સાથે બે હાથ ઊંચા કરીને સંકલ્પ લો ....અને બોલો..
હું શ્રીહરિ ના દ્વાર એવા હરિદ્વાર ની પાવન પવિત્ર ઋષિકેશ ની ભૂમિ પર ગંગા મૈયા સૂર્યદેવ અને સમસ્ત દેવી દેવતા ની સાક્ષી એ આજે સંક્લ્પ લવ છું કે આજથી અત્યાર થી કોઈપણ જાતનું વ્યસન કે ફૅશન કરીશ નહિ અને જે જે વ્યસન કરું છું તેનું આ જ ક્ષણ અને અત્યાર ની પળ થી છોડુ છું.... હું મારા પરિવાર અને સમાજ તેમજ રાષ્ટ્ર નું હિત ચાહું છું તેને જીવન પર્યંત સર્વોપરી સમર્થન આપતો રહીશ .....
વ્યસન અને ફેશન પાછળ વેડફાતા નાણાં નો પરીવાર સમાજ અને દેશ ના એવા કાર્ય માટે સદુપયોગ કરીશ કે જે મૃત્યુ પછી પણ લોક ઉપયોગી રહે.... એટલે કે આ સૃષ્ટી ના સમસ્ત જીવાત્મા ના કલ્યાણ હેતુ ઉપયોગી બનતું રહે....
દિકરીઓ ના શ્રેષ્ઠ વિચાર સાથે સંસ્કૃતિ પ્રકૃત્તિ પયૉવરણ ની જાળવણી તરફ સૌને વાળવાના પ્રયાસ નું વક્તવ્ય જેના હર્દય ને સ્પર્શી ગયું તેવાં બે મહાનુભવો એટલે કે ખાખરીયા નું રતન અને ગૌરવ કે જેમનું નામ લેતા છાતી ગજગજ ફૂલે એવા આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ના મુખ્ય યજમાન શ્રી વલ્લભભાઈ પી. કાસોદરીયા તેમજ તેમના દિકરા એવા શ્રી ધનશયામભાઈ. વી. કાસોદરીયા. અને અરવિંદભાઇ વી. કાસોદરીયા 101 વ્રુક્ષો નું રોપણ જતન અને માવજત કરશે તેમજ સેવા રત્ન અને સમાજ સેવકશ્રી મનસુખભાઈ ડાયાભાઇ કાસોદરિયા ખુબ લાંબું દીર્ઘાયુષ્ય ધરાવતા અને જેમા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ રહે છે તેવા નિરંતર પ્રાણવાયુ ઑક્સિજન આપતા વડલો પીપળો અને ઉમરો ના 5 વ્રુક્ષો નું રોપણ જતન અને માવજત કરશે....
આમ આ કુમારિકા દિકરીઓ ના વક્તવ્ય થી કાસોદરિયા પરીવાર વ્યસન અને ફેશન મુક્ત થયો અને પ્રકૃતિ અને પર્યાવરણ તરફ વળ્યો......
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.