જસદણ તાલુકાના કનેસરા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણ તાલુકાના કનેસરા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું


જસદણ તાલુકાના કનેસરા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમા જસદણ તાલુકા આમ આદમી પાર્ટી ની ટીમ માંથી તાલુકા પ્રભારી રવિન્દ્રભાઈ છાયાણી, જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા, શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાળા, યુવા પ્રમુખ નિકુલભાઇ રામાણી, મહામંત્રી પરેશભાઈ શેખલીયા, સોશિયલ મીડિયા પ્રમુખ ભાવેશભાઈ માયાની સાથે આમ આદમી તાલુકા ટીમે હાજરી આપી હતી. આ સભામાં કનેસરા ગામની અંદર નવી ગામ સમિતિની રચના કરવામાં આવી જેની અંદર નીચે મુજબના હોદા ની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં જસદણ તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મેણીયા, તાલુકા પંચાયત કનેસરા અશોકભાઈ કુકડીયા તેમજ કનેસરા ગામ પ્રમુખ મનસુખભાઈ કુકડીયા, ગામ ઉપપ્રમુખ રાજેશભાઈ મકવાણા તેમજ અરવિંદભાઈ કુકડીયા, જયંતીભાઈ સરવૈયા, જનકભાઈ મકવાણા ગામ મહામંત્રી વિક્રમભાઈ નાગડકીયા, મંત્રી વલ્લભભાઈ મકવાણા, સંગઠન મંત્રી મહેશભાઈ કુકડીયા, સહ સંગઠન મંત્રી રાહુલભાઈ હાડા sc st પ્રમુખ ડાયાભાઈ રાઠોડ ની નિમણુક કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.