નાની પાલ્લી ગામ ખાતે 77 મા અમૃત સરોવર બંધારણ દિવસની ઉજવણી - At This Time

નાની પાલ્લી ગામ ખાતે 77 મા અમૃત સરોવર બંધારણ દિવસની ઉજવણી


મહીસાગર જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં નાની પાલ્લી અમૃત સરોવર ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઇ.મહીસાગર જિલ્લાના ૭૭ અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરાઇ.૨૬ નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે જિલ્લા કલેકટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના નાની પાલ્લી ગામે આવેલ અમૃત સરોવરના ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જયારે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નતમસ્તક કર્યા બાદ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર, કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર અને વીરપુર તાલુકામાં આવેલ ૭૭ અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક અમૃત સરોવરના સ્થળ પર બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, ગામના આગેવાનો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.