ભાવનગર મંડળના ડિવિઝનલ રેલવે મેનેજરે “બંધારણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય અખંડતાની શપથ લેવડાવી
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ )
વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર મંડળ પર, 26મી નવેમ્બર, 2024 (મંગળવાર)ના રોજ ડિવિઝનલ ઓફિસમાં "બંધારણ દિવસ"ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને બંધારણ દિવસ નિમિત્તે ભારતના બંધારણના આમુખનું પઠન કરાવ્યું તથા બંધારણના પ્રત્યે પ્રતિબદ્ધ તથા સમર્પિત રહેવાના અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા.
રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદભાવના જાળવાય રહે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવા અને રાષ્ટ્રની સેવા કરવાની શપથ લેવડાવવામાં આવ્યા હતા.બંધારણ દિવસના સંદર્ભમાં, ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભારતને સાર્વભૌમ,સમાજવાદી,ધર્મનિરપેક્ષ, લોકશાહી,પ્રજાસત્તાક બનાવવા અને સામાજિક,આર્થિક અને રાજકીય ન્યાય,વિચારણા,અભિવ્યક્તિ,આસ્થા,ધર્મ અને પૂજાની સ્વતંત્રતા,દરજ્જાની સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.બધા સાથે વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરતી ભાઈચારાની લાગણી વધારવા માટે પ્રતિબદ્ધ બનવાના શપથ લીધા હતા. ભાવનગર મંડળના તમામ સ્ટેશનો, ડેપો,ઓફિસો અને વર્કશોપ પર તમામ અધિકારીઓ,સુપરવાઇઝર અને કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું પઠન કરીને "બંધારણ દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.