વિજયનગર પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.જે.ચાવડા, એલ.સી.બી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા અ.પો.કો પ્રવિણસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચિનભાઇ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ સબંધે તપાસમાં હતાં.
દરમ્યાન આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૪ વિજયનગર પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ સંબંધે તપાસમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.પો.કો. પ્રકાશભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે, * વિજયનગર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર. નં.૧૧૨૦૯૦૫૫ ૨૦૦૧૧૬ /૨૦૨૦ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૧૧૬(બી),૯૮(૨) મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી બાબુલાલ ગલ્લારામ જાતે-તબીયાડ રહે.ડૈયા તા.ફલાસીયા જી.ઉદેપુર રાજસ્થાન વાળો જાંબલી કલરનો ઉભી લાઇયનીગ વાળો શર્ટ તથા ચોકલેટી કલરનુ પેન્ટ પહેરેલ છે અને તે રાજસ્થાનના ફલાસીયા તાલુકા પંચાયત આગળ રોડ ઉપર હાજર છે.” જે ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત અન્વયે તાત્કાલીક ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં સદરી આરોપી બાબુલાલ ગલ્લારામ જાતે-તબીયાડ રહે.ડેયા તા.ફલાસીયા જી.ઉદેપુર રાજસ્થાન વાળો મળી આવતાં તેને પુછપરછ કરી સદરી ઇસમ બાબતે ગુન્હાઓના રેકર્ડ તથા ઇ.ગુજકોપ એપ્લીકેશન આધારે
કરતા સદરી ઇસમ વિરૂધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશન સી પાર્ટ गु.२. નં.૧૧૨૦૯૦૫૫૨૦૦૧૧૬/૨૦૨૦ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬પએઇ, ૧૧૬(બી),૯૮(૨) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ.
જેથી, સદરી નાસતા ફરતા આરોપી બાબુલાલ ગલ્લારામ જાતે-તબીયાડ રહે.ડૈયા તા.ફલાસીયા જી.ઉદેપુર રાજસ્થાન વાળાને વિજયનગર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૫૨૦૦૧૧૬/૨૦૨૦ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૧૧૬(બી),૯૮(૨) મુજબ આજરોજ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ વિજયનગર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રાજય બહારના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
🥢
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.