આજરોજ હિંમતનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે ખેડબ્રહ્મા ના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ તથા તાલુકાઓ ના પ્રમુખો અને હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો અન્ય હોદ્દેદારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે તુષારભાઈ ચૌધરી દ્વારા ખેડબ્રહ્મા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નલ સે જલ યોજના માં તેમના મતવિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં આ યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટ મુજબ કામો પૂર્ણ ન થયા હોવા છતાં યોજના પૂર્ણ થયેલ જાહેર કરી દેવામાં આવી છે.પોતાની પાસે ના આધાર પુરાવા સાથે ધારાસભ્ય એ આંકડાકીય માહિતી આપી આ યોજના માં કરોડો રૂપિયા ની ખાયકી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા.પીવાની પાણીની સમસ્યા તથા રોડ રસ્તાઓ અને આદિવાસી સમુદાયના બાળકો ને ઉચ્ચ શિક્ષણ માટે મેનેજમેન્ટ ક્વોટા માં આપવામાં આવતી સ્કૉલરશીપ બંધ કરી દેવાતા લાયક અને સક્ષમ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ થી વંચિત ના રહી જાય તે માટે શૈક્ષણિક મળતી રાહતોમાં સરકાર દ્વારા પુનઃ શરૂ કરવાની માગણી કરવામાં આવી. સરકાર દ્વારા કોઈ કામ ના થતા એસસી એસટી ને મળતા લાભો બંધ કરી દેવાતા આદિવાસી તથા ગરીબ બાળકોને સારી એવી દીકરીઓ ગરીબીના કારણે ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકતા સરકાર સામે તુષારભાઈએ લાલઆંખ કરી રજૂઆત કરી હતી
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.