વાસાવડમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતનાઓની ઉપસ્થિતિ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ સાણથલી નજીકના વાસાવડ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ ધર્મ પ્રાથમિક સારવાર કેન્દ્ર નું લોકાર્પણ જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. તથા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયતના હોદેદારો સહિત મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં જીલ્લા આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિર નાં માધ્યમ થીં આ વિસ્તારમાં રહેતા લોકો નાં આરોગ્ય ને લગતી તમામ સારવાર અર્થે નવા બિલ્ડીંગ બનાવેલ છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર નાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મુખ્ય અતિથિ ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, આરોગ્ય સમિતિના અધ્યક્ષ, જીલા પંચાયત રાજકોટ નાં ઉપ પ્રમુખ તેમજ તાલુકા જિલ્લા પંચાયત નાં આગેવાનો અને સંગઠન નાં આગેવાનો ગામ નાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે તમામ સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો અને માતાઓ બહેનો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ નેં સફળ બનાવવા માટે હાજરી આપી હતી. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન વિનુભાઈ ધડકે જણાવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.