મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું:બંને ડેપ્યુટી CM હાજર રહ્યા, મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા શરૂ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. તેમના નામની આજે જ જાહેરાત કરવામાં આવશે. પહેલાંની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત જૂથ)માંથી એક-એક ડેપ્યુટી સીએમ હશે. અજિત પવાર એનસીપીના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે અને શિંદે શિવસેનાના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે. વિધાનસભાનો કાર્યકાળ આજે એટલે કે 26મી નવેમ્બર સુધી જ છે. જો કે નવા મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી કરવામાં આવી નથી. ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.