આજે સિહોર તાલુકા મામલતદાર સાહેબને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
આજરોજ સિહોર તાલુકા મામલતદાર સાહેબને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું કે સરકાર શ્રી મારફતે ટેકાના ભાવે ખેડૂતની મંગફળી ની ખરીદી થાય છે તે માટે શિહોર તાલુકાના ખેડૂતોને સિહોર તાલુકામાં માર્કેટ યાર્ડની ફાળવણી થઈ હોવા છતાં છે ક પાલીતાણા સુધી ધરમધકા ખાવા પડે છે, સરકાર દ્વારા સિહોર તાલુકાના માર્કેટિંગ યાર્ડ માટે કરોડો રૂપિયાની જમીન ફાળવવામાં આવેલ છે તેમજ અમને મળેલ માહિતી મુજબ 4 થી 5 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલ છે આ ઉપરાંત કાગળ પર શિહોર તાલુકાના માર્કેટિંગ યાર્ડ કાર્યરત પણ બોલે છે જ્યારે સ્થળ પર જોઈએ તો માર્કેટ યાર્ડના કોઈ ઠેકાણા નથી પરિણામે સિહોર તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે જે માલ વેચે છે તેના માટે તેને પાલીતાણા માર્કેટ યાર્ડ ખાતે ધક્કા ખાવા પડે છે જેના પરિણામે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સમય બરબાદ વધારે થઈ રહ્યો છે આ ઉપરાંત પાલીતાણા માર્કેટયાર્ડ ખાતે સિહોર તાલુકાના ખેડૂતોને અન્ય તાલુકાના ખેડૂતો હોવાથી તેની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે પોતાનો તાલુકો નજીક હોય અને પોતાના તાલુકા માર્કેટ યાર્ડની જમીન ગ્રાન્ડ ફાળવેલ હોવા છતાં અન્ય તાલુકામાં માલ વેચવાની પર જ પાડી ખેડૂતોને હેરાન કરવાનો કારસો કોણ કરી રહ્યું છ.?
*શિહોર તાલુકા માર્કેટ યાર્ડ નો આવો વહીવટ કરાવનાર કોણ જે ખેડૂતોનું અહીત કરે છે અને પોતાનો ફાયદો વધારે જોવે છે..? ઘનશ્યામ મોરી*
શરૂ નહીં થવા દેવા પાછળ સ્થાનિક નેતાગીરીની અવળસંડા કે રાજકીય કિન્નાખોરી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તો વહેલામાં વહેલી તકે શિહોર માર્કેટ યાર્ડની કામગીરી શરૂ કરી સિહોર તાલુકાના ખેડૂતોને પોતાના જ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવે એવી ખેડૂતોની માંગણી છે. ખેડૂતોને થઈ રહેલા આવા હળહળતા અન્યાયને આપશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને શિહોર ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરવા આપ સાહેબને વિનંતી સહ માનસર અરજ છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.