વેરાવળમાં વયવંદન યોજના હેઠળ સીનિયર સિટીઝનોના આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો - At This Time

વેરાવળમાં વયવંદન યોજના હેઠળ સીનિયર સિટીઝનોના આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો


વેરાવળમાં વયવંદન યોજના હેઠળ સીનિયર સિટીઝનોના આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો
-------------
પી.એમ.જે.એ.વાય યોજનામાં ૭૦ થી વધુની ઉંમરના ૫૦૦ જેટલા લાભાર્થીઓને અપાયો લાભ
-------------

ગીર સોમનાથ તા.૨૫, રાજ્ય સરકાર દ્વારા ૭૦ વધુની ઉંમરના સીનિયર સિટીઝનો માટે વયવંદન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તેમને આજીવન સુધી રુ.૧૦ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવાર વિના મૂલ્યે મળશે. આ યોજના અંતર્ગત વેરાવળ લોહાણા મહાજન વાડી, વેરાવળ ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૫૦૦ જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લઇ આયુષ્યમાન કાર્ડ મેળવ્યાં હતાં.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય, ડો.કણસાગરા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એન. વી. કતીરાના માર્ગદર્શન હેઠળ લોહાણા મહાજન, સીનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ તથા અનિષ રાચ્છના સહયોગથી PMJAY યોજના હેઠળ ૭૦ કે તેથી વધુ વર્ષના વયોવૃદ્ધો માટે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની વિના મૂલ્યે સુવિધા માટે વયવંદના કાર્ડનો કેમ્પ લોહાણા મહાજન વાડી, વેરાવળ ખાતે યોજાયો હતો. આ કેમ્પમા ૫૦૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોયે જણાવ્યું હતું કે, સરકાર ૭૦ વર્ષથી વધુની ઉંમરના તમામ માટે સીધા રૂપિયા ૧૦ લાખ સુધીના ઓપરેશનો તેમજ સારવાર માટે માન્ય હોસ્પિટલમાં કોઈ પણ જાતના આવકના દાખલા વગર ફક્ત આધાર કાર્ડની પ્રોસેસથી જ લાભ મળશે.

લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમ તન્ના, ધીરુભાઈ ચંદે, બીપીનભાઈ અઢિયા, અનિસ રાચ્છ, જીતેન્દ્ર ખખ્ખર, દિપક શિંગાળા, જયેશ શિંગાળા, ચંદ્રેશ અઢિયા, ભરત ગઢેચા સહિત સીનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ દીપકભાઈ તિલાવત, અનિલભાઈ પુરોહિત, વૈદભાઈ, શ્યામભાઈ નાથાણી, કિરીટભાઈ ઉનડકટ, નવીનભાઈ ભીંડોરા, વેરાવળના અગ્રણીઓ પૈકી હસુમુખભાઈ અઢિયા, ખેતસીભાઈ મેઠીયા, દિનેશભાઈ રાયઠઠ્ઠા, વિવેક દવે તેમજ પીએમજેએવાયના કો-ઓર્ડીનેટર કલ્પેશ રૂપારેલિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.