માત્ર 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા મોત - At This Time

માત્ર 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા મોત


રાજકોટમાં આઘાતજનક બનાવ સામે આવ્યો છે. જેમાં માત્ર 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. વિજય પ્લોટમાં રહેતા દેવરાજને તેના દાદા ચકર મારવી ઘરે લાવ્યા હતા. દેવરાજ ઓટલે બેસી બિસ્કિટ ખાતો હતો ત્યાં જ ઢળી પડ્યો હતો. લાડકવાયાની વિદાયથી પરિવાર સ્તબ્ધ બની ગયો છે. બનાવ બન્યો ત્યારે પિતાએ સીઆરપી આપ્યું હતું અને તત્કાલ હોસ્પિટલમાં ખસેડ્યો પણ દેવરાજે ફરી આંખો ખોલી નહીં.
બનાવ અંગે સાંજ સમાચાર સાથે વાતચીત કરતા મૃતકના પિતા કનકભાઈ લાલસીંગભાઈ કારેલીયાએ જણાવ્યું કે, તેઓ વિજય પ્લોટ શેરી નંબર 15માં આરોગ્ય કેન્દ્ર સામે રહે છે. વિજય પ્લોટમાં જ દેવરાજ ફોટો આર્ટ નામે સ્ટુડિયો ધરાવે છે અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. જેમાં મોટો દીકરો દેવરાજ (ઉં.વ.11) જસાણી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધો. 6મા અભ્યાસ કરતો હતો.
દેવરાજના દાદા લાલસીંગભાઈ રોજ દેવરાજને ચકર મરાવા લઈ જતા. રસ્તામાં કંઈક ભાગ-નાસ્તો લઈ દેતા. રવિવારે સવારે દાદા સાડા આઠેક વાગ્યે દેવરાજને ચકર મરાવી ઘરે આવ્યા હતા. જે પછી દેવરાજ ઘરના ઓટલે બેસી બિસ્કિટ ખાઈ રહ્યો હતો અને મોબાઈલ ફોનમાં વીડિયો જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક બેભાન થઈ ઢલી પડ્યો હતો.
તેમના પિતા જોઈ જતા તુરંત દોડ્યા હતા. સીઆરપી આપ્યું હતું. ઘરના સભ્યો અને પડોશીઓ પણ દોડી આવ્યા હતા. દેવરાજને રિક્ષામાં તુરંત નજીકની વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં એક કલાક સુધી ડોક્ટરની ટીમે દેવરાજનું હૃદય ફરી ધબકતું કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક આવી ગયાનું તબીબો કહીં રહ્યા છે. દેવરાજ શરીરે તંદુરસ્ત બાળક હતો.
ભણવામાં પણ હોંશિયાર વિદ્યાર્થી હતો. દિવાળી વખતે પેટમાં પાણી ભરવાની તકલીફ થઈ હતી. જોકે તે વખતે કરેલી ટ્રીટમેન્ટ બાદ તે સ્વસ્થ થયો હતો. બીજી કોઈ બીમારી નહોતી તો હાર્ટ એટેક આવવાનું કારણ શું? તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.