વિરપુર તાલુકાના મોટીબાર ખાતે ૨૧૨ વાળંદ સમાજનો સન્માન સમારોહ યોજાયો... - At This Time

વિરપુર તાલુકાના મોટીબાર ખાતે ૨૧૨ વાળંદ સમાજનો સન્માન સમારોહ યોજાયો…


સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે જેને લઈને વાળંદ સમાજનો સન્માન સમારોહ યોજાયો...

સન્માન સમારોહમાં ૧ થી ૩ ક્રમે ઉત્તીર્ણ થયેલા ૧૧૪ જેટલા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા...

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ૨૧૨ વાળંદ સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ વિરપુર તાલુકાના મોટીબાર ખાતે યોજવામાં આવ્યો હતો આ સમારોહ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૪ દરમિયાન સમાજના ઉર્ત્તીણ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં વાળંદ સમાજના તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા વિરપુર તાલુકાના મોટીબાર ગામ ખાતે ૨૧૨ વાળંદ સમાજનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને આવેલ દરેક મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ દરમિયાન શિક્ષણક્ષેત્રમાં ૧ થી ૩ નંબર માટે અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ સાથે મળી કુલ ૨૨ જેટલી કેટેગરી સુધીના વિદ્યાર્થીઓ ૧ થી ૩ નંબર મેળવનાર ને સ્ટેજ પર બોલાવીને પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા,ઘડિયાળ તેમજ ૫૦૦ રૂપિયાનુ રોકડ રકમ સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવી હતી આયોજનમાં સમાજના અગ્રણી અને હોદેદારો દ્રાર પોતાનું વક્તવ્ય આપતા કહેલ કે સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી આ સમારોહમાં કુલ ૧૧૪ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા, પ્રમાણપત્ર, ઘડીયાળ અને ૫૦૦ રોકડ રકમ ભેટ આપવામાં આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમુહ ભોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા ૨૧૨ વાળંદ સમાજના આગેવાનો તેમજ ૨૧૨ વાળંદ સમાજ કેળવણી મંડળના પ્રમુખ સહિત ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.