દામનગર અને પંથક ના ૩૭ ગામડા વચ્ચે તાલુકા મથક માટે એક કાગળ નું ટોટુ ન લખી શકે ? હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી. - At This Time

દામનગર અને પંથક ના ૩૭ ગામડા વચ્ચે તાલુકા મથક માટે એક કાગળ નું ટોટુ ન લખી શકે ? હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી.


દામનગર અને પંથક ના ૩૭ ગામડા વચ્ચે તાલુકા મથક માટે એક કાગળ નું ટોટુ ન લખી શકે ?

હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી.

દામનગર શહેરી સહિત પંથક ના ૩૭ ગ્રામ્ય વચ્ચે તાલુકા સ્તર ની સુવિધા આપવી એ રાજ્ય સરકાર નો વિષય છે સમગ્ર પંથક વચ્ચે તાલુકો મળે તે માટે ગુજરાત વિધાનસભા માં આપણ વિસ્તાર નો અવાજ પહોંચાડવા તનતોડ મહેનત કરી નાના મોટા કાર્યકર મતદારો સંગઠને જેને ચૂંટી મોકલ્યા તે નેતા દ્વારા દામનગર પંથક ને તાલુકો મળે એ માટે એક કાગળ નું ટોટુ ન લખી શકે ? હવે તો જાગો થાળી ના વાટકા થયા નાની મોટી તમામ સેવા ઓ ધીમે ધીમે સ્થળાંતર કરી દેવાય સ્વરાજ પહેલા ૮૮ ગામ વચ્ચે શ્રીમંત સરકાર નો મહાલ તાલુકો આઝાદી પછી સ્વરાજ માં પણ સને ૧૯૬૧ બહુદ મહારાષ્ટ્ર માંથી ગુજરાત જુદી પડી અમલ માં આવ્યું ત્યારે પણ દામનગર સૌથી મોટો ૮૮ ગ્રામ્ય નો તાલુકો હતો જિલ્લા ની પુનઃ રચના માં દામનગર તાલુકા નો ભોગ લેવાયો અનેક વચનો નો ભંગ નો કરી સમગ્ર પંથક સાથે અન્યાયા કેમ ? દામનગર શહેરી અને ગ્રામ્ય ની વસ્તી ઉતરોતર વધી છે સરકાર ના રેવન્યુ આંકડા વધ્યા મતદારો વધ્યા સ્થાવર મિલકતો વધી અને સરકારી સુવિધા ઓ ઘટી આવો ભેદભાવ કેમ ? સમગ્ર દામનગર પંથક ની દરેક સુવિધા ધીમે ધીમે સ્થળાંતર કરી દેવાય તાલુકો ભાંગી ગામડું બનાવી દેવા જે નેતા ને સરકાર માં પ્રતિનિધી તરીકે મોકલ્યા તે નેતા દામનગર પંથક નો આવજ બનવા ને બદલે મોની બાબા બની ગયા એક કાગળ નું ટોટુ સરકાર માં લખ્યું ? દામનગર ને તાલુકો બનાવવા માંગ તો ન કરી શક્યા પણ યુવા આર્મી ની માંગ ને સમર્થન કરવાનું પણ ચુક્યા હવે તો જાગો આધાર કાર્ડ રેશન કાર્ડ પછી પણ પ્રજા નિરાધાર બની રહી છે નાના નાના કામો પણ દામનગર માં નથી થતા આવક જાતિ પ્રમાણ પત્ર વિવિધ ગેજેટેડ દાખલા રેશન કાર્ડ સુધારા વધારા રેવન્યુ ઉતારા સીટી સર્વે તો મહિના ઓમાં ક્યારેક ખુલ્લે તમામ કર્મચારી ઇમચાર્જ કોઈ કાયમી કર્મચારી ખરા આવી દુર્દશા માટે પ્રતિનિધિ ચૂંટી એ છીએ ? પ્રાથમિક સુવિધા માટે પણ ક્યાં સુધી લબડવાનું ?
ધીમે ધીમે બધી સુવિધા છીનવાઈ કેવા પ્રકાર નું નેતૃત્વ નેતા ઓ કરે છે ઓળખો વામણા નેતા ઓને દામનગર પંથક ની કઈ સુવિધા માટે સદન માં પ્રશ્ન કર્યો માત્ર ઉંચી આંગળી કરવાની ? આ માટે તનતોડ મહેનત કરી હતી દામનગર પંથક કાર્યકરો અને આમ જનતા એ ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.